Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પર કેબ-ટેક્સી મોંઘી:પિક-અપ અને ડ્રોપ-ઓફના નવા નિયમો લાગુ, મુસાફરોના ખિસ્સા પર વધશે બોજ

    12 hours ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી કરતા લોકો માટે હવે ટેક્સી મોંઘી બનશે. એરપોર્ટ ઓથોરિટીએ 1 ઓક્ટોબરથી ઓલા, ઉબેર, રેપિડો તેમજ અન્ય કોમર્શિયલ (યલો-પ્લેટ) ટેક્સીઓ માટે પિક-અપ અને ડ્રોપ-ઓફના નવા ચાર્જિસ લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમોને કારણે હવે એરપોર્ટ જવું કે ત્યાંથી ટેક્સી મેળવવી વધુ મોંઘી બનશે. નવા નિયમો મુજબ, કોમર્શિયલ ટેક્સીઓ માટે ડ્રોપ-ઓફ પેટે ₹50 અને પિક-અપ માટે ₹200 નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં આ નવો ચાર્જ ટેક્સી આપતી કંપનીઓની એપના મૂળ ભાડામાં ઉમેરાયેલો ન હોવાથી ડ્રાઇવરો આ રકમ સીધી જ મુસાફરો પાસેથી વસૂલશે, જેના કારણે મુસાફરોને સીધો જ આર્થિક ફટકો પડશે. ટેક્સીઓના પાર્કિંગ સ્થળમાં મોટો ફેરફાર નવા ચાર્જ ઉપરાંત ટેક્સીઓના પાર્કિંગ સ્થળમાં પણ મોટો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી આ ટેક્સીઓ ઈન્ટરનેશનલ ટર્મિનલ 2 (T2) નજીક પાર્ક થતી હતી, પરંતુ હવે તમામ કોમર્શિયલ વાહનોએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીકના નવા પાર્કિંગ વિસ્તારમાં જ વાહન ઊભું રાખવું પડશે. 30થી 60 મિનિટ રોકાવા પર ₹300 ચૂકવવા પડશે પાર્કિંગ દરોની વાત કરીએ તો, ટર્મિનલ 1 (T1) ખાતે ખાનગી વાહનો માટે પહેલી 8 મિનિટ પિક-અપ ફ્રી રહેશે, પરંતુ ત્યાર બાદ 8 થી 30 મિનિટ માટે ₹150 અને 30થી 60 મિનિટ માટે ₹200 ચાર્જ લાગશે. સામે કોમર્શિયલ વાહનો માટે T1 પર પ્રથમ 8 મિનિટનો સમય ચાર્જ ₹150 થી વધારીને ₹200 કરાયો છે અને 30થી 60 મિનિટ રોકાવા પર ₹300 ચૂકવવા પડશે. સીસીટીવી સિક્યુરિટી જેવી ખાસ સુવિધાઓ ઉપલબ્ધ એરપોર્ટ સત્તાના જણાવ્યા અનુસાર, દેશના અન્ય મોટા એરપોર્ટ્સની જેમ લેન્ડસાઇડ સુવિધાઓની જાળવણી, સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને સ્વચ્છતા માટે આ એન્ટ્રી ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જ ટેક્સી ડ્રાઇવરો માટે એરપોર્ટ પર પ્યુરીફાયર પીવાનું પાણી, રેસ્ટિંગ ઝોન, વોશરૂમ, કેન્ટીન અને 24x7 સીસીટીવી સિક્યુરિટી જેવી ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં રેસ્ટોરન્ટ્સ પર પાલિકાનો સપાટો:73 એકમો પર દરોડા, 48ને નોટિસ; ₹1.87 લાખનો દંડ વસૂલાયો, કિચનમાં CCTV લગાવવા કડક આદેશ
    Next Article
    સુરતમાં DGGI ત્રાટક્યું, જાણીતી ફૂડ ચેન ઢોસા ચારકોલ પર દરોડા:AI મોનિટરિંગથી બિલિંગની તપાસ, તહેવાર ટાણે જ હોટેલિયર્સમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment