Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં રેસ્ટોરન્ટ્સ પર પાલિકાનો સપાટો:73 એકમો પર દરોડા, 48ને નોટિસ; ₹1.87 લાખનો દંડ વસૂલાયો, કિચનમાં CCTV લગાવવા કડક આદેશ

    12 hours ago

    સુરત શહેરના તમામ ઝોનમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટ્સ સામે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા એક સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખીને હાથ ધરાયેલી આ મેગા ડ્રાઇવ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની તપાસ આ તપાસ દરમિયાન ટીમો દ્વારા રેસ્ટોરન્ટ પરિસરની સ્વચ્છતા, કિચનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાંધવામાં વપરાતા પાણીની ગુણવત્તા તેમજ ખાદ્યસામગ્રી માટે ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે કિચનમાં કામ કરતા કર્મચારીઓની વ્યક્તિગત શારીરિક સ્વચ્છતા અને તેમના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની પણ તપાસ થઈ હતી. રેસ્ટોરન્ટમાંથી નીકળતા ઘન કચરા અને ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ચકાસવા ઉપરાંત ગ્રાહકોની પારદર્શિતા માટે કિચનમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઇવ પ્રસારણ બેઠક વ્યવસ્થાવાળી જગ્યા (ડાઇનિંગ એરિયા) પર દેખાય તે મુજબ સ્ક્રીન લગાવવા સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. 135.3 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ આ મેગા ઓપરેશન દરમિયાન શહેરના તમામ ઝોન મળીને કુલ 73 રેસ્ટોરન્ટ્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગંભીર ક્ષતિઓ અને નિયમોના ઉલ્લંઘન બદલ 48 સંસ્થાઓને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી હતી. સ્થળ પરથી 33 જેટલા શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેવાયા હતા, જ્યારે આશરે 135.3 કિલોગ્રામ જેટલો બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો પાસેથી કુલ ₹1,87,500 નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. પાલિકાની આ આકરી કાર્યવાહીથી નિયમો નેવે મૂકીને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    3000 કરોડના ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા આરોપીઓના 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર:હવાલા નેટવર્ક પર તપાસનો ધમધમાટ, ઈરાનથી બોટ લોડ થઈ, તમિલનાડુ ડિલિવરી કરવાની હતી
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર કેબ-ટેક્સી મોંઘી:પિક-અપ અને ડ્રોપ-ઓફના નવા નિયમો લાગુ, મુસાફરોના ખિસ્સા પર વધશે બોજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment