Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3000 કરોડના ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા આરોપીઓના 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર:હવાલા નેટવર્ક પર તપાસનો ધમધમાટ, ઈરાનથી બોટ લોડ થઈ, તમિલનાડુ ડિલિવરી કરવાની હતી

    13 hours ago

    3000 કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ ત્રણ આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ મેટ્રોકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓને 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ઈરાનથી બોટ લોડ કરી તમિલનાડુની બોટને કન્સાઇનમેન્ટ સોંપવાનું હતું કાવતરું હતું. ATS પાકિસ્તાન લિંક અને હવાલા કાંડ અંગે આકરી પૂછપરછ કરાશે. બોટ ઈરાનથી લોડ થઈ હોવાની શક્યતા ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આરોપી મોહમ્મદ યાકુબ બલુચી, શકિરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહીદુલ્લાહ ખાનને એટીએસએ ચુસ્ત બંદોબસ્ત સાથે મેટ્રોકોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ પી.આર.જોષીએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ બોટ ઈરાનથી લોડ કરાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેથી તે દિશામાં પણ વધુ પૂછપરછ કરાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક તમિલનાડુની થેલાપતિ નામની બોટને ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ સોંપવાનું હતું કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડ્રગ્સના નેટવર્ક, આર્થિક વ્યવહારો અને હવાલા કાંડની ATS કરશે સઘન તપાસ આરોપીઓને કોના ઇશારે આ ડ્રગ્સનો પુરવઠો સપ્લાય કરવાનો હતો તેમજ આ અગાઉ પણ તેઓએ આવા કોઈ ગેરકાયદે કન્સાઇનમેન્ટ મોકલ્યા હતા કે કેમ તે અંગે પણ સઘન પૂછપરછ હાથ ધરાશે. આ ગેરકાયદે ગોરખધંધામાંથી આરોપીઓને અત્યાર સુધીમાં કેટલો નાણાકીય લાભ મળ્યો છે, તે દિશામાં પણ ATS તપાસનો દોર આગળ ધપાવશે. બીજી તરફ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ATS આ પ્રકરણમાં સામેલ અન્ય બે શંકાસ્પદ કાવતરાખોરોની ભૂમિકા, આરોપીઓના નાણાકીય વ્યવહારો અને મોટા પાયે થયેલા હવાલા કાંડના નેટવર્કને વીંધી નાખવા કવાયત હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    મેજિસ્ટ્રેટના બરતરફીના નિર્ણયને હાઈકોર્ટને યોગ્ય ઠેરવ્યો:વકીલ દ્વારા ફોન સ્વીકાર્યો અને સતત સંપર્કમાં રહીને ફેવરના નિર્ણય આપવાનો આક્ષેપ હતો
    Next Article
    સુરતમાં રેસ્ટોરન્ટ્સ પર પાલિકાનો સપાટો:73 એકમો પર દરોડા, 48ને નોટિસ; ₹1.87 લાખનો દંડ વસૂલાયો, કિચનમાં CCTV લગાવવા કડક આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment