Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેજિસ્ટ્રેટના બરતરફીના નિર્ણયને હાઈકોર્ટને યોગ્ય ઠેરવ્યો:વકીલ દ્વારા ફોન સ્વીકાર્યો અને સતત સંપર્કમાં રહીને ફેવરના નિર્ણય આપવાનો આક્ષેપ હતો

    13 hours ago

    ગુજરાત હાઈકોર્ટે ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા અને ત્રણ બેનામી મોબાઈલ ફોન વાપરવા તથા એક વકીલ સાથે સતત સંપર્કમાં રહેવા બદલ દોષિત ઠરેલા ન્યાયાધીશની બરતરફીના આદેશને માન્ય રાખ્યો છે. તેમના આ વર્તનને ન્યાયિક અધિકારીને શોભે નહીં તેવું ગણાવતા કોર્ટે જણાવ્યું હતું કે તેમના માટે સેવાઓમાંથી બરતરફી જ માત્ર યોગ્ય શિક્ષા હતી. જૂન 2007 થી માર્ચ 2008 દરમિયાન 186 કોલ કરવા આ કેસ JMFC અમૃતલાલ વિઝોડા સાથે સંકળાયેલો છે, જેમને વર્ષ 2008માં નિલંબિત કરવામાં આવ્યા હતા. તેમના પર સાનુકૂળ હુકમો આપવા માટે નાણાં સ્વીકારવા; મહિલા વકીલ પાસેથી મેળવેલા ફોન સહિત ત્રણ બેનામી મોબાઈલ ફોન ધરાવવા અને જૂન 2007 થી માર્ચ 2008 દરમિયાન તેમને 186 કોલ કરવા; તેમજ વિભાગને જાણ કર્યા વગર કાર ખરીદવા તથા પર્સનલ લોન લેવા બદલ આરોપો મૂકવામાં આવ્યા હતા. 2016 માં સેવામાંથી બરતરફ કરવાની સજા કુલ 12 અલગ-અલગ આરોપોમાંથી હાઈકોર્ટની સમિતિએ ચાર આરોપો સ્વીકાર્યા હતા, જેમાં વિવિધ વ્યક્તિઓની માલિકીના ત્રણ મોબાઈલ ફોન ધરાવવાના આરોપનો પણ સમાવેશ થાય છે. તેમને વર્ષ 2016 માં સેવામાંથી બરતરફ કરવાની સજા કરવામાં આવી હતી, જેને તેમણે હાઈકોર્ટની ન્યાયિક પીઠ સમક્ષ પડકારી હતી. વકીલોથી ચોક્કસ અંતર જાળવવું જરૂરી સુનાવણી બાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ ન્યાયિક અધિકારી પ્રેક્ટિસ કરતા વકીલ પાસેથી ફોન સ્વીકારવાનું નક્કી કરે અને એ સાબિત થાય કે તેઓ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન તે વકીલ સાથે સંપર્કમાં હતા, તો તે બાબત પોતે જ અનુચિત ગણાય. કોઈ પણ ન્યાયિક અધિકારીએ પ્રેક્ટિસ કરતા વકીલો સાથે નિકટતા કે સંગત રાખવી જોઈએ નહીં અને ગેરરીતિ કે અયોગ્ય વર્તનની છાપ ન ઊભી થાય તે માટે વકીલોથી ચોક્કસ અંતર જાળવવું જરૂરી છે. પ્રામાણિકતા અને નિષ્ઠાનો અભાવ હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે આ કેસમાં અરજદાર સામે મૂકવામાં આવેલા આરોપો અને જે મૂળભૂત રીતે અરજદારે સ્વીકાર્યા હતા. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ તેમની સામેની કોઈ ક્ષુલ્લક કે મામૂલી ફરિયાદો નથી, પરંતુ એવી ફરિયાદો છે જેનાથી સાબિત થાય છે કે તેમનામાં પ્રામાણિકતા અને નિષ્ઠાનો અભાવ હતો.
    Click here to Read More
    Previous Article
    નિર્મળનગરમાં જૂની અદાવતે યુવક પર હુમલો કરનારા બે ઝડપાયા:લારી પર નાસ્તો કરી રહેલા યુવકને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી, ઢીકાપાટુનો માર માર્યો
    Next Article
    3000 કરોડના ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા આરોપીઓના 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર:હવાલા નેટવર્ક પર તપાસનો ધમધમાટ, ઈરાનથી બોટ લોડ થઈ, તમિલનાડુ ડિલિવરી કરવાની હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment