Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્મળનગરમાં જૂની અદાવતે યુવક પર હુમલો કરનારા બે ઝડપાયા:લારી પર નાસ્તો કરી રહેલા યુવકને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી, ઢીકાપાટુનો માર માર્યો

    14 hours ago

    ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે સામાજિક કાર્યક્રમમાં આગેવાની લેવા બાબતે જૂની અદાવતની દાઝ રાખી ચાર શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી રૂ. 500 ની લૂંટ ચલાવી હતી. જે અંગે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ મામલે બે યુવકોને ઝડપી લીધા છે. ચાર શખ્સોએ એકસંપ થઈ ઢીકાપાટુનો માર માર્યો શહેરના નિર્મળનગર શેરી નં.9 શિવાલય ફ્લેટમાં રહેતા અને મજુરી કામ કરતા કૃપાલસિંહ ભૂપતસિંહ ચૌહાણે ગત તા.25 સપ્ટેમ્બરના રોજ નિલમબાગ પોલીસ મથકમાં આજ વિસ્તારમાં રહેતા કુશ દીપક પરમાર, નિલેશ જયેશભાઇ, સંજય ઉર્ફે ઢબુ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તા.24 ની રાત્રીના માધવરત્ન બિલ્ડિંગ પાસે લારીએ નાસ્તો કરી રહ્યા હતા. તે વખતે નિર્મળનગરમાં થતા કાર્યક્રમોની આગેવાની લેવા મુદ્દે અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખી ચારેય શખસો આવી તેઓને અપશબ્દો બોલ્યા હતા. જે બાદ એકસંપ થઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. બે આરોપી ઝડપાયા, બેની શોધખોળ ચાલુ દરમિયાન કુશ પરમારે છરી વડે તેઓને પગના ગોઠણના ઉપરના ભાગે બે-ત્રણ ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. સંજયે તેઓના શર્ટના ખિસ્સામાંથી બળજબરીથી રૂ.500ની લૂંટ ચલાવી હતી જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ચાર શખ્સો સામે BNS એક્ટ 118(1), 309(6),115(2), 352, 351(2), 351(3),54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે બનાવને લઈ નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી નિલેશ મકવાણા અને સંજય ઉર્ફે ઢબુ ચીંથરભાઈ જાંબુચાને ઝડપી લીધા હતા. જ્યારે ગુનામાં સંડોવાયેલ અન્ય બે શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વનડે વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે ટકરાશે:ટૂર્નામેન્ટમાં 3 વખત મુકાબલો થઈ શકે છે, પહેલીવાર 14 ટીમો 57 મેચ રમશે; જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
    Next Article
    મેજિસ્ટ્રેટના બરતરફીના નિર્ણયને હાઈકોર્ટને યોગ્ય ઠેરવ્યો:વકીલ દ્વારા ફોન સ્વીકાર્યો અને સતત સંપર્કમાં રહીને ફેવરના નિર્ણય આપવાનો આક્ષેપ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment