Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા નિયમથી વાહન ખરીદ-વેચાણના નિયમમાં ફેરફાર:આરસી બુકમાં લોન રદ અને નામ ટ્રાન્સફર કરાવવા બે વખત ₹200 ચૂકવવાનો વારો આવ્યો

    11 hours ago

    વાહન વ્યવહાર નિગમ દ્વારા ત્રણ મહિના પહેલા નવા નિયમથી વાહન ખરીદનારા હેરાન થાય છે. જેમાં વાહન વેંચનારની લોન પૂરી થઇ જાય તેમ છતાં તેઓ દ્વારા લોન રદ કરવાની પ્રક્રિયા આરટીઓમાંથી કરાવતા નથી. લોન પૂર્ણ થયાની પ્રક્રિયા કર્યા વગર જ વાહન વેંચી દે તો વાહન ખરીદનારને જૂના વાહન માલિકની આરસી બુકમાં લોન રદ કરાવાની પ્રક્રિયા કરવાની, ત્યારબાદ નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આમ બે વખત આરસી બુકમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે બે વખત 200 રૂપિયા આરસી બુકના ભરવાનો વારો આવ્યો છે. ત્રણ મહિના પહેલા જ નવો નિયમ લાગૂ કરાતા લોકોની હેરાનગતિ વધી ગઇ છે. વાહન વ્યવહાર વિભાગના તઘલખી નિર્ણયથી કામગીરી ખોટકાઇ જુના નિયમ પ્રમાણે એક જ વખત આરસી બુકમાં નામ ટ્રાન્સફરના પૈસા ભરવાના હતા અને તેના આધારે જ કામ પૂર્ણ થઇ જતું હતું. આ ઉપરાંત આરસી બુકમાં અને આધારકાર્ડમાં એક સરખી રીતે નામ હોવો જોઇએ, તેવો નિયમ ત્રણ મહિના પહેલા લાગૂ કરાતા લોકોની હેરાનગતિ વધી ગઇ છે. જો કે મહત્વનું છે કે વાહન વ્યવહાર વિભાગના તઘલખી નિર્ણયથી કામગીરી ખોટકાઇ છે. આ અંગે ઓલ અમદાવાદ યુઝ્ડ વ્હીકલ ડીલર એસોસિએશનના પ્રમુખ પૂર્વાંગ પંચાલે જણાવ્યું કે વાહન વ્યવહાર વિભાગ દ્વારા લેવાતા તઘલખી નિર્ણયોના લીધે જૂના વાહન વેંચતા લોકોને હેરાનગતિ થઇ રહી છે. પહેલા જે નિયમ હતો તે બરોબર હતો અને તેનાથી કામગીરી સારી રીતે ચાલતી હતી પરંતુ કોઇ કારણ વગર નવો નિયમ અમલી બનાવાતા જૂના વાહનોના લેં વેંચની કામગીરીમાં મુશ્કેલી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાલિકાના પાપે વગર વરસાદે રોડ બેસી ગયો:મુગલીસરા વરીયાવી બજારમાં મોટો ભૂવો પડતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી, SMC કચેરી 5 મિનિટના અંતરે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
    Next Article
    અમદાવાદ ડિવિઝને ઈ-નીલામી દ્વારા નોન-ફેર આવક વધારવા કરારો કર્યાં:રેલવે સ્ટેશનો પરની 30 પાણીની ટાંકીઓ પર 5 વર્ષ માટે વોલ પેઈન્ટિંગ દ્વારા જાહેરાત પ્રદર્શિત કરાશે, 22.12 લાખની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment