Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ડિવિઝને ઈ-નીલામી દ્વારા નોન-ફેર આવક વધારવા કરારો કર્યાં:રેલવે સ્ટેશનો પરની 30 પાણીની ટાંકીઓ પર 5 વર્ષ માટે વોલ પેઈન્ટિંગ દ્વારા જાહેરાત પ્રદર્શિત કરાશે, 22.12 લાખની આવક

    10 hours ago

    પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાની બિન-ભાડા આવક વધારવા અને સંપત્તિઓનો મહત્તમ ઉપયોગ કરવા ઈ-નીલામી મારફતે કરારો કર્યા છે. ડીઆરએમ વેદ પ્રકાશના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયોથી રેલવેની આવકમાં મોટો વધારો થવાની સાથે મુસાફરોની સગવડમાં પણ સુધારો થશે. જાહેરાતો પ્રદર્શિત કરવા માટે 5 વર્ષનો કરાર અમદાવાદ ડિવિઝને રેલવે સ્ટેશનો અને પરિસરોમાં આવેલી 30 ઓવરહેડ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ દ્વારા જાહેરાતો પ્રદર્શિત કરવા માટે 5 વર્ષનો કરાર કર્યો છે. જેનાથી કુલ આવક 22.12 લાખ થશે. જેમાં અમદાવાદ, મણિનગર, કાંકરિયા યાર્ડ, ભુજ, પાલનપુર, મહેસાણા, સાણંદ, ગાંધીનગર, સાબરમતી, આંબલી રોડ, ખોડિયાર, છારોડી, ઝખવાડા તથા ભીલડી સ્ટેશનનો સમાવેશ થશે. મુસાફરોને જરૂરિયાતની વસ્તુઓ પોતાની સીટ પર જ મળી રહેશે ડિવિઝનના કોમર્શિયલ વિભાગે આગામી 3 વર્ષ માટે ટ્રેન સાઇડ વેન્ડિંગ અને વંદે ભારત ટ્રેનમાં જાહેરાતો સહિત કુલ 4.47 કરોડ રૂપિયાના કરાર મંજૂર કર્યા છે. જેમાં નોન-પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટિશ્યૂ પેપર, સેનેટરી પેડ, ડાયપર, અખબારો, મેગેઝિન, મોબાઇલ ચાર્જર, ઇયરફોન અને રમકડાં જેવી જરૂરિયાતની વસ્તુઓ પોતાની સીટ પર જ મળી રહેશે. તમામ સામાન નિર્ધારિત MRP પર જ મળશે અને મુસાફરને બિલ આપવું ફરજિયાત રહેશે. ફેરિયાઓ પર રોક અને કડક મોનિટરિંગ કરાશે મુસાફરી દરમિયાન સામાન માટે ઓનલાઇન ઓર્ડર અને ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. ફેરિયાઓ પર રોક અને કડક મોનિટરિંગ કરવામાં આવશે. દરેક ટ્રેનમાં વધુમાં વધુ 4 વેન્ડરોને જ પ્રવેશ મળશે. વેન્ડરો માટે નિર્ધારિત યુનિફોર્મ, બેજ અને ક્યુઆર કોડ આધારિત ઓળખપત્ર ફરજિયાત રહેશે. જ્યારે વંદે ભારત એક્સપ્રેસના કોચમાં હેડ રેસ્ટ કવર પર જાહેરાત માટે 3 વર્ષનો કરાર કરાયો છે. જેનાથી 18 લાખ રૂપિયાની આવક થશે.
    Click here to Read More
    Previous Article
    નવા નિયમથી વાહન ખરીદ-વેચાણના નિયમમાં ફેરફાર:આરસી બુકમાં લોન રદ અને નામ ટ્રાન્સફર કરાવવા બે વખત ₹200 ચૂકવવાનો વારો આવ્યો
    Next Article
    પાલડીમાંથી 109 કરોડના કિંમતી સામાન પકડાવવાનો કેસ:આરોપી પિતા પુત્રને હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા, બંને નેપાળ થઈને દુબઇ ભાગી ગયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment