Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડીમાંથી 109 કરોડના કિંમતી સામાન પકડાવવાનો કેસ:આરોપી પિતા પુત્રને હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા, બંને નેપાળ થઈને દુબઇ ભાગી ગયા હતા

    10 hours ago

    અરજદારો મહેન્દ્રકુમાર શાહ અને તેમના પુત્ર મેઘકુમાર શાહ વિરુદ્ધ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ, અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. DRI અને ATS ગુજરાતની ટીમે 17 અને 18 માર્ચ 2025ના રોજ પાલડી, અમદાવાદ સ્થિત આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 109.33 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 882 સોનાના બિસ્કિટ, સોનાના દાગીના, મોંઘી ઘડિયાળો, લક્ઝરી વોચ બેલ્ટ, રોકડ રકમ અને મોબાઇલ જપ્ત કરાયા હતા. સમન્સનો અનાદર કરી અરજદારોનું નેપાળ મારફતે દુબઈ પલાયન આ ફ્લેટ દરોડાના 4-5 મહિના પહેલાં અરજદાર મેઘકુમાર શાહે ભાડે રાખ્યો હતો. કસ્ટમ્સ એક્ટની કલમ 108 હેઠળ બંને અરજદારોને હાજર રહેવા અને દસ્તાવેજો રજૂ કરવા અનેક સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. દરોડાના બીજા જ દિવસથી અરજદારો નેપાળ મારફતે દુબઈ ભાગી ગયા હતા, જેથી તેમની સામે લુક આઉટ સર્ક્યુલર અને કોર્ટમાં ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાનું રક્ષણ મળ્યા બાદ અરજદારો ભારતમાં પરત આવ્યા હતા અને DRI સમક્ષ હાજર થઈ પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. કસ્ટોડિયલ પૂછપરછ બિનજરૂરી અને નોટિસનો અભાવ અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 35(3) મુજબ 07 વર્ષ સુધીની કેદની સજા ધરાવતા ગુનાઓમાં ધરપકડ કરતા પહેલાં નોટિસ આપવી ફરજિયાત છે. આ કેસમાં કસ્ટમ્સ કલમ 108 નું સમન્સ એ કલમ 35(3) ની નોટિસનો વિકલ્પ બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અરજદારો તપાસ અધિકારી સમક્ષ હાજર રહ્યા છે અને તમામ સહકાર આપ્યો છે. જપ્ત થયેલ સોનું અને સામાન ઓથોરિટીના કબજામાં છે અને કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની કોઈ જરૂરિયાત નથી. સિન્ડિકેટ છે, નોટિસ ફરજિયાત નથી, કસ્ટડી જરૂરી છે તપાસ એજન્સી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે કસ્ટમ્સ એક્ટની કલમ 104 ધરપકડ માટેની એક સ્વતંત્ર અને વિશેષ જોગવાઈ છે. તેથી BNSS ની કલમ 35(3) ની આગોતરી નોટિસ આપવી ફરજિયાત નથી. આ એક સુઆયોજિત સ્મગલિંગ સિન્ડિકેટ છે. અરજદારો દરોડા પછી તુરંત નેપાળના રસ્તે દુબઈ ભાગી ગયા હતા અને ત્યાં જઈને પોતાના સીમકાર્ડ તથા મોબાઇલ પણ નાશ કરી દીધા હતા. તેઓએ તપાસમાં માહિતી છુપાવી છે, તેથી કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. હાઈકોર્ટનું કાનૂની તારણ: કસ્ટમ્સ એક્ટમાં BNSS ની નોટિસ ફરજિયાત નથી હાઈકોર્ટે નોંધ્યું હતું કે BNSS એ સામાન્ય ફોજદારી કાયદો છે. જ્યારે કસ્ટમ્સ એક્ટ જેવા વિશેષ કાયદામાં ધરપકડ અંગેની સ્પષ્ટ અને સ્વતંત્ર જોગવાઈ આપેલી હોય, ત્યારે વિશેષ કાયદાની જોગવાઈઓ પ્રાથમિકતા ધરાવે છે. કસ્ટમ્સ એક્ટની કલમ 104(1) હેઠળ જો સક્ષમ અધિકારી પાસે આધારભૂત માનવાને કારણ હોય, તો તે ધરપકડ કરી શકે છે. તેથી કસ્ટમ્સ એક્ટ હેઠળ કરાતી ધરપકડમાં BNSS ની કલમ 35(3) ની પૂર્વ નોટિસ આપવી ફરજિયાત નથી. માત્ર કલમ 35(3) ની નોટિસ ન આપી હોવાના આધારે આગોતરા જામીન મેળવી શકાય નહીં. આગોતરા જામીન શરતો સાથે મંજૂર જોકે, કાનૂની મુદ્દે ઓથોરિટીની તરફેણમાં નિર્ણય આપવા છતાં, કોર્ટે કેસના ગુણદોષ પર વિચાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અરજદારો ઓથોરિટી સમક્ષ હાજર થયા છે, નિવેદનો નોંધાવ્યા છે અને આગળ પણ તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી છે. પ્રોસિક્યુશને કોર્ટ સમક્ષ એવો કોઈ ચોક્કસ કે સંતોષકારક આધાર રજૂ કર્યો નથી કે શા માટે અત્યારના તબક્કે અરજદારોની કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવી અનિવાર્ય છે. જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ ઓથોરિટી પાસે જમા છે. હાઇકોર્ટે બંને અરજદારોની આગોતરા જામીન અરજીઓ શરતોને આધીન મંજૂર કરી છે. પાસપોર્ટ જમા કરાવવા અને તપાસમાં સહકાર આપવો અરજદારોની અટકાયત કે ધરપકડ થાય ત્યારે તેમણે 10 હજારના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમનો એક જામીન રજૂ કરવાનો રહેશે. અરજદારોએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે અને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે. તેઓએ તારીખ 07 ઓક્ટોબર, 2026 ના રોજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા વચ્ચે સંબંધિત ઓથોરિટી સમક્ષ હાજર રહેવું પડશે. કોઈ સાક્ષીઓને ધમકાવવા નહીં, પુરાવા સાથે ચેડાં કરવા નહીં. કોર્ટની મંજૂરી વગર ભારત છોડીને જવું નહીં અને પોતાના પાસપોર્ટ એક અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાના રહેશે. જો અરજદારો શરતોનો ભંગ કરે અથવા તપાસમાં અસહકાર દર્શાવે, તો તપાસ એજન્સી BNSSની કલમ 483(2) હેઠળ જામીન રદ કરાવવા અરજી કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ડિવિઝને ઈ-નીલામી દ્વારા નોન-ફેર આવક વધારવા કરારો કર્યાં:રેલવે સ્ટેશનો પરની 30 પાણીની ટાંકીઓ પર 5 વર્ષ માટે વોલ પેઈન્ટિંગ દ્વારા જાહેરાત પ્રદર્શિત કરાશે, 22.12 લાખની આવક
    Next Article
    યુવતીને લગ્નની લાલચ આપી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું:વડોદરામાં બે સંતાનના પિતાએ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી, બે વાર ગર્ભપાત કરાવ્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment