Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીને લગ્નની લાલચ આપી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું:વડોદરામાં બે સંતાનના પિતાએ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી, બે વાર ગર્ભપાત કરાવ્યુ

    12 hours ago

    વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અને બે સંતાનના પિતા સુનિલ રોહિત મહિડાએ તાંદલજાની યુવતી સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ લગ્નની લાલચ આપી યુવતીને ગોત્રી અને ભાયલી સહિતની વિવિધ હોટલોમાં લઈ જઈ દોઢ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યુ હતું. વારંવાર શારીરિક સંબંધ બાંધવાના કારણે યુવતી ગર્ભવતી બની હતી અને બે વાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ મામલે ગોત્રી પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયાથી પરિચય કેળવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા સુનિલ રોહિત મહિડા સોશિયલ મીડિયા મારફતે તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર સતત વાતચીત થતાં મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. આ દરમિયાન સુનિલ મહિડાએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ગોત્રી અને ભાયલી સહિતની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સંબંધ રાખવાની ના પાડતા મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી બે વખત ગર્ભવતી થઈ હતી અને બંને વખત હોસ્પિટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. બાદમાં સુનિલ મહિડા લગ્ન નહીં કરે અને તેનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યો હોવાની જાણ થતાં યુવતીએ તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. જેથી આરોપીએ યુવતી સાથે મારપીટ શરૂ કરી હતી. તેમજ શારીરિક સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી એટલું જ નહીં, યુવતીના પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે યુવતીએ હિંમત કરી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા ગોત્રી પોલીસે સુનિલ રોહિત મહિડાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ 15 કરોડની ખંડણીના કેસમાં પણ ઝડપાયો હતો યુવતી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી સુનીલ રોહિત મહિડા વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી નવજીવન સોસાયટીમાં રહે છે. અગાઉ ટુંડાવ ખાતે આવેલી ઈન્ડો એમાઈન્સ કંપનીના મેનેજમેન્ટ પાસે રૂ. 15 કરોડની ખંડણી માંગવાના કાવતરામાં સુનિલ મહીડાની મુખ્ય ભૂમિકા હતી. તેણે પોતાની ઓળખ રીપબ્લીકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રદેશ પ્રમુખ તરીકેનું કાર્ડ તેની પાસેથી મળ્યું હતું. સેટલમેન્ટ કરવા માટે હોટલમાં મળેલી મિટિંગમાં સુનિલ મહિલા બાઉન્સર સાથે આવ્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાલડીમાંથી 109 કરોડના કિંમતી સામાન પકડાવવાનો કેસ:આરોપી પિતા પુત્રને હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા, બંને નેપાળ થઈને દુબઇ ભાગી ગયા હતા
    Next Article
    સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:વડોદરા સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો, 50 હજારનો દંડ, 45 હજાર ભોગ બનનારને વળતર ચૂકવવાનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment