Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:વડોદરા સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો, 50 હજારનો દંડ, 45 હજાર ભોગ બનનારને વળતર ચૂકવવાનો હુકમ

    11 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સગીરાને ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાના વર્ષ 2025ના ગંભીર કેસમાં વડોદરા સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી દિપક રમેશભાઈ પરમાર (ઉં.વ. 28, રહે. પરબડી ફળિયું, ખડોધી, આણંદ)ને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ.50 હજારનો દંડ પણ કર્યો છે. દંડની રકમમાંથી રૂ.45 હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. કન્વિક્શન રેટ ઈમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પોલીસની અસરકારક તપાસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં આરોપી સામે સગીરાને ભગાડી લઈ જવા તેમજ તેની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સજાનો દર વધારવા માટે હાથ ધરાયેલા Conviction Rate Improvement Project અંતર્ગત તપાસને પ્રાથમિકતા આપવામાં આવી હતી. FSL અને મેડિકલ રિપોર્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા તપાસ દરમિયાન પોલીસ ટીમે કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા તેમજ મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. પુરાવાની ચેઇન ઓફ કસ્ટડી જાળવી રાખીને તપાસ પૂર્ણ કરવામાં આવી હતી અને સમયસર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સરકારી વકીલની ધારદાર દલીલો ત્યારબાદ વડોદરા સ્પેશ્યલ પોક્સો અને એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ પરેશ સી. પટેલે કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અને દસ્તાવેજોના આધારે અસરકારક દલીલો રજૂ કરી હતી. પોલીસ તરફથી પણ સરકારી વકીલને જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા, ભોગ બનનારને 45 હજારનું વળતર કેસની સમગ્ર ટ્રાયલ દરમિયાન રજૂ થયેલા પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાને લીધા બાદ કોર્ટે આરોપી દિપકભાઈ રમેશભાઈ પરમારને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.50 હજારના દંડની સજા ફટકારી છે. આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ એક વર્ષની સખત કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડમાંથી રૂ.45 હજાર ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીને લગ્નની લાલચ આપી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું:વડોદરામાં બે સંતાનના પિતાએ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી, બે વાર ગર્ભપાત કરાવ્યુ
    Next Article
    47 વર્ષ જૂની મ્યુનિસિપલ કોર્ટને તાળા લાગશે:સર્વેશ્વર ચોકમાં બનશે પિંક ટોયલેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં 21 મહત્વની દરખાસ્તો પર થશે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment