Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    47 વર્ષ જૂની મ્યુનિસિપલ કોર્ટને તાળા લાગશે:સર્વેશ્વર ચોકમાં બનશે પિંક ટોયલેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં 21 મહત્વની દરખાસ્તો પર થશે ચર્ચા

    13 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખર્ચનું ભારણ ઘટાડવા અને વહીવટી સુધારણા લાવવાના હેતુથી વર્ષ 1977થી કાર્યરત મ્યુનિસિપલ કોર્ટને બંધ કરવા માટેની એક અત્યંત મહત્વપૂર્ણ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ અંગે આગામી શનિવારે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. શનિવારે સવારે યોજાનારી આ બેઠકના એજન્ડા પર મ્યુનિસિપલ કોર્ટ બંધ કરવા ઉપરાંત સર્વેશ્વર ચોકમાં પિંક ટોયલેટ બનાવવા સહિત શહેરના વિવિધ વિકાસ કામોને લગતી કુલ 21 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, જેના પર શાસકો દ્વારા વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને આખરી મંજૂરી આપવામાં આવશે. કેસોની સંખ્યા ઘટવા અને કાયદાકીય ફેરફારોને કારણે કોર્ટની જરૂરિયાત ઘટી મ્યુનિસિપલ કોર્ટ બંધ કરવાનું મુખ્ય કારણ કેસોની સંખ્યામાં થયેલો નોંધપાત્ર ઘટાડો અને મનપા પર વધી રહેલું આર્થિક ભારણ છે. વર્ષો અગાઉ જ્યારે આ ખાસ મ્યુનિસિપલ જેએમએફસી કોર્ટ શરૂ કરવામાં આવી હતી ત્યારે તેનો મુખ્ય હેતુ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળના કેસોની ઝડપી સુનાવણી કરવાનો હતો. આ કોર્ટ માટે રાજ્ય સરકાર દ્વારા એક જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, એક સિનિયર ક્લાર્ક, બે જુનિયર ક્લાર્ક અને બે પટાવાળા સહિતનો જરૂરી સ્ટાફ પણ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ, તા. 4-8-2011થી નવો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 અમલમાં આવતા કાયદાકીય પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. દંડ સરકારી તિજોરીમાં અને વાર્ષિક 1.13 કરોડનો ખર્ચ મનપાના માથે જોકે હાલમાં ખાદ્ય ભેળસેળને લગતા મોટાભાગના કેસો એડજ્યુડિકેટિંગ ઓફિસર એટલે કે કલેક્ટર કચેરી હેઠળ ચાલી રહ્યા છે અને ત્યાં જ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ બદલાયેલી વ્યવસ્થાના કારણે મ્યુનિસિપલ કોર્ટમાં પેન્ડિંગ રહેલા ફોજદારી કેસો અને નવી ફરિયાદોની સંખ્યા હવે ન્યૂનતમ અને નહીંવત થઈ ગઈ છે. કેસોની સંખ્યા ઘટવા છતાં કોર્ટના સંચાલનનો તમામ ખર્ચ મનપાની તિજોરીમાંથી ચૂકવવામાં આવી રહ્યો છે. કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર, બિલ્ડિંગના સમારકામ, ફર્નિચર, સ્ટેશનરી, વીજળી બિલ, સફાઈ તેમજ અન્ય વહીવટી ખર્ચનો સંપૂર્ણ બોજ રાજકોટ મહાનગરપાલિકા પોતે ઉઠાવે છે. મોચીબજાર ખાતે કાર્યરત કોર્ટ બંધ કરી રાજ્ય સરકારને મંજૂરી માટે દરખાસ્ત મોકલાશે હાલમાં આ કોર્ટ મોચીબજાર ખાતે સ્થળાંતરીત થયેલી છે, જ્યાં કોર્પોરેશન સિવાયના અન્ય કેસો પણ ચાલે છે. વર્ષ 2024-25 દરમિયાન આ કોર્ટ પાછળ મનપાને વાર્ષિક અંદાજે રૂ. 1.13 કરોડનો મોટો ખર્ચ થયો હતો. બીજી તરફ કોર્ટમાંથી થતી દંડની આવક મનપાને મળવાને બદલે સરકારી ટ્રેઝરી ઓફિસમાં જમા થાય છે. આથી કેસોની ઘટતી સંખ્યા, આર્થિક ભારણ અને બદલાયેલી કાયદાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કોર્ટ બંધ કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી મારફતે સામાન્ય સભાની મંજૂરી મેળવ્યા બાદ આ અંગે રાજ્ય સરકારને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવશે. સર્વેશ્વર ચોકમાં પિંક ટોયલેટ, લાઈબ્રેરી માટે વાહનો અને સીસી રોડના કામો મંજૂર કરાશે ઉપરાંત શનિવારની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના અન્ય કેટલાક મહત્વના વિકાસ લક્ષી નિર્ણયો પણ લેવામાં આવશે. જેમાં વોર્ડ નં. 7માં આવેલા સર્વેશ્ર્વર ચોક પાસે મહિલાઓની સુવિધા માટે રૂ. 26.35 લાખના ખર્ચે પીંક ટોયલેટ બનાવવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ શહેરમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું મેન્ટેનન્સ વધુ 2 વર્ષ માટે સોંપવા, લાયબ્રેરી વિભાગ માટે 2 નવા વાહનોની ખરીદી કરવા, પ્રાકૃતિક ખેતી કરતા સર્ટીફાઇડ ખેડૂતો માટે ખેડૂત હાટ બનાવવાની જગ્યા ફાળવવા તેમજ ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહની ગ્રાન્ટમાંથી સીસી રોડ સહિતના વિવિધ કામો મંજૂર કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નં. 3માં પે એન્ડ યુઝ અને વોર્ડ નં. 12માં આવાસ યોજનામાં દુકાનોના વેચાણથી આવક મેળવવા જેવી મહત્વની બાબતો પર શાસકો આખરી નિર્ણય લેશે.
    Click here to Read More
    Previous Article
    સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:વડોદરા સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો, 50 હજારનો દંડ, 45 હજાર ભોગ બનનારને વળતર ચૂકવવાનો હુકમ
    Next Article
    યુવાધનને બરબાદ કરતા નશાના સોદાગરોને સબક:1.97 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા નાનપુરાના 4 આરોપીઓ દોષિત કરાર, 'ડ્રગ્સનો વેપાર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સમાન'- કોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment