Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાધનને બરબાદ કરતા નશાના સોદાગરોને સબક:1.97 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા નાનપુરાના 4 આરોપીઓ દોષિત કરાર, 'ડ્રગ્સનો વેપાર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સમાન'- કોર્ટ

    9 hours ago

    સુરત શહેરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ અને ન્યાયતંત્ર બંને અત્યંત કડક વલણ અપનાવી રહ્યા છે. સુરતની સ્પેશિયલ NDPS અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ડ્રગ્સની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા મેફેડ્રોન અને મેથએમ્ફેટામાઇન ડ્રગ્સ કેસમાં અદાલતે તમામ આરોપીઓને 5-5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત અદાલતે પ્રત્યેક આરોપીને રૂપિયા 50,000 નો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી અરવિંદ વસોયાએ દલીલો કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ દાખલારૂપ સજા સંભળાવી છે. રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાયા હતા આ સમગ્ર કેસની વિગતો પર નજર કરીએ તો, ગત 24 એપ્રિલ 2024ના રોજ આ ઘટના બની હતી. આરોપીઓ એક ઓટો રિક્ષામાં સવાર થઈને નાનપુરા વિસ્તારમાં આવેલી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક અન્ય વોન્ટેડ આરોપી પાસેથી રૂપિયા 10,000 ની કિંમતનું મેફેડ્રોન અને મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ ખરીદ્યું હતું. ત્યારબાદ આ તમામ શખ્સો નાનપુરાના સ્નેહમિલન ગાર્ડન પાસે પહોંચ્યા હતા અને જાહેરમાં રિક્ષામાં બેસીને ડ્રગ્સની હેરાફેરી તથા સેવન કરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો અને આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા. 1.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અઠવાલાઇન્સ પોલીસે સ્નેહમિલન ગાર્ડન પાસે કરેલી આ રેડમાં આરોપીઓ પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 10.640 ગ્રામ જેટલું ગેરકાયદેસર અને ઘાતક ડ્રગ્સ કબજે કર્યું હતું. આ સાથે જ આરોપીઓની અંગઝડતી દરમિયાન તેમની પાસેથી રોકડા રૂપિયા 2,620 અને અલગ અલગ કંપનીના ત્રણ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસે ડ્રગ્સ, રોકડ, મોબાઈલ અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા મળીને કુલ રૂપિયા 1,97,020 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ નક્કર પુરાવાઓ અને જપ્તી જ કોર્ટમાં આરોપીઓને સજા અપાવવામાં મુખ્ય આધાર બન્યા હતા. નાનપુરાના ચાર શખ્સોને અદાલતે દોષિત માન્યા આ ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા અને હવે કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ આરોપીઓ સુરતના નાનપુરા વિસ્તારના જ રહેવાસી છે. કોર્ટે જે ચાર શખ્સોને સજા ફટકારી છે તેમાં ઈમરાન ઉર્ફે કાલા યુનુસ શેખ, અસફાક ઉર્ફે નલ્લા અફજલ શેખ, મોહમંદ ઈમરાન અબ્દુલ રઝાક મેમણ અને ઓટો રિક્ષા ચલાવતા ડ્રાઈવર મોહમંદ રફીક ગુલામ મોયુદ્દીન શેખનો સમાવેશ થાય છે. કોર્ટે પોલીસની તપાસ, એફએસએલ (FSL) નો રિપોર્ટ, તમામ સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને આ ચારેયને સમાજ માટે જોખમી ગણીને પાંચ વર્ષ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ડ્રગ્સનો વેપાર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સમાન: કોર્ટનું કડક અવલોકન આ કેસમાં ચુકાદો આપતી વખતે સ્પેશિયલ NDPS કોર્ટે અત્યંત ગંભીર અને સમાજ માટે લાલબત્તી સમાન અવલોકનો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે માદક પદાર્થોનો ગુનો એ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ તે એક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સમાન છે. નશાની આદત આજના યુવાધનને ખોટા રસ્તે ચડાવી રહી છે અને તેનાથી દેશમાં ગુનાખોરીનો ગ્રાફ પણ વધી રહ્યો છે. કોર્ટે ટકોર કરી હતી કે, નશાની કુટેવ માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ તેના આખા કુટુંબને આર્થિક અને સામાજિક રીતે બર્બાદ કરી નાખે છે. આવા ગંભીર ગુનાઓ દેશના અને સુરત જેવા સમૃદ્ધ શહેરના વિકાસ તથા જાહેર જનતાની સલામતી પર અત્યંત વિપરીત અસર પહોંચાડે છે.
    Click here to Read More
    Previous Article
    47 વર્ષ જૂની મ્યુનિસિપલ કોર્ટને તાળા લાગશે:સર્વેશ્વર ચોકમાં બનશે પિંક ટોયલેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં 21 મહત્વની દરખાસ્તો પર થશે ચર્ચા
    Next Article
    લઠ્ઠાકાંડ મામલે વધુ એક આરોપી ઝડપાયો:SMCએ રાજસ્થાન એટીએસ સાથે મળી ભીલવાડાના શખસને ઝડપી પાડ્યો, રિમાન્ડ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment