Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડ મામલે વધુ એક આરોપી ઝડપાયો:SMCએ રાજસ્થાન એટીએસ સાથે મળી ભીલવાડાના શખસને ઝડપી પાડ્યો, રિમાન્ડ મંજૂર

    9 hours ago

    ભાવનગરમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવાયા બાદ સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપ્યો છે. લઠ્ઠાકાંડ મામલે વરતેજ પોલીસ મથકમાં 21 શખસ સામે ગુનો નોંધાયો હતો. ઝેરી દારૂના સેવનથી 14 લોકોના મોત થયા હતા. જે મામલે સ્ટેટ મોનિટેરીંગ સેલે અગાઉ 40 આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. જ્યારે ત્રણ દિવસ પૂર્વે એક મધ્ય પ્રદેશના આરોપીને ઝડપી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે ભીલવાડાના શખસને ઝડપ્યો છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશનો એક આરોપી ઝડપાયો થોડા સમય પૂર્વે ભાવનગરના વરતેજ આંબલી ફળીમાં રહેતા ગૌતમ સોલંકી નામના શખસે મધ્યપ્રદેશના શખસો સાથે મળી તેના ઘરે બહારથી મિથોનોલ સહિતનું રો મટીરીયલ અન્ય રાજ્યમાંથી મંગાવી રોયલ સ્ટેગ દારૂ ડુપ્લીકેટ બનાવી બજારમાં ફરતો કર્યો હતો. જે બાદ લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. જે ગુનાની ગંભીરતાને લઈ સ્ટેટ મોનિટેરીંગ સેલની ટીમે તપાસ સંભાળી હતી. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત મધ્યપ્રદેશ, દિલ્હીના 40 આરોપીની સમયાતરે ધરપકડ કરી તમામને જેલ હવાલે કરાયા હતા. તપાસ દરમિયાન ખુલેલી વિગતોને લઈ ગત તા. 28ના રોજ મધ્યપ્રદેશના ધાર રાજોદ ગામના મનોજ વર્મા નામના શખસની ધરપકડ કરાઈ હતી. જેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. લઠ્ઠાકાંડ બાદ આરોપી ગુજરાતથી ભાગી ગયો હતો આરોપીઓએ ભેગા મળીને કેમીકલયુક્ત ઝેરી દારુ બનાવ્યો હતો, આ દારુના પેકીંગ માટે વપરાયેલ પુંઠા, કાચની ખાલી બોટલો, ઢાંકણા, સ્ટીકર વગેરે અલગ અલગ જગ્યાએથી ભાવનગર ખાતે મોકલવામાં મુખ્ય ભુમિકા ભજવનાર ઇસમ લાડુ લાલ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલે ગૌતમ સોલંકીના ઘરે ડુપ્લીકેટ દારૂ બનાવ્યો હતો. પરંતુ લઠ્ઠાકાંડના બનાવ બાદ ગણેશ ખરોલ ગુજરાત છોડી ભાગી ગયો હતો. ગણેશ ખરોલે અન્ય આરોપીઓનો સંપર્ક કરી મોબાઈલ તથા અન્ય પુરાવા નાશ કરવા જણાવ્યુ હતું. આરોપીઓની ધરપકડનો આંક 42ને આંબ્યો ગણેશ નકલી દારુ બનાવવાની પ્રક્રીયા જાણતો હોઈ પૈસા કમાવવાની લાલચના કારણે તેણે લોકોના જીવની પરવા કર્યા વગર દારુ બનાવ્યો હતો. જેને ઝડપી પાડવા ગુજરાત સ્ટેટ મોનિટેરીંગ સેલે રાજસ્થાન એટીએસની મદદ મેળવી હતી અને રાજસ્થાનથી ઝડપી લઈ ભાવનગર લાવવામાં આવ્યો હતો. એસએમસીએ પોલીસ રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આગામી તા. 8.10.2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. મધ્ય પ્રદેશના ધાર અને રાજસ્થાનના ભીલવાડાના શખસની ધરપકડ થતા લઠ્ઠાકાંડમાં આરોપીઓની ધરપકડનો આંક 42ને આંબ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યુવાધનને બરબાદ કરતા નશાના સોદાગરોને સબક:1.97 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા નાનપુરાના 4 આરોપીઓ દોષિત કરાર, 'ડ્રગ્સનો વેપાર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સમાન'- કોર્ટ
    Next Article
    સ્ટેચ્યુ ઓફ યુનિટી પરેડની પ્રેક્ટિસ બની જોખમી:14 BSF જવાનોને ડેન્ગ્યુ, 34 હોસ્પિટલમાં દાખલ; આરોગ્ય તંત્ર દોડતું થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment