Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર LCBએ બકરાની ચોરીનો ભેદ ઉકેલ્યો:6 બકરાની ચોરી કરનાર બે આરોપીને XUV ગાડી સાથે ઝડપી લીધા

    3 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બકરા ચોરીના એક અનડિટેક્ટેડ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી, ચોરી થયેલા 6 બકરા અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી XUV 500 ગાડી પણ જપ્ત કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં મિલકત સંબંધિત અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ જગાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે, વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BB-0336 ધરાવતી XUV 500 ગાડીને રોકવામાં આવી હતી. ગાડીમાંથી બે ઈસમો અને પાછળના ભાગેથી ચોરી કરાયેલા 6 જીવતા બકરા મળી આવ્યા હતા. આ ગુનો જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ નોંધાયો હતો. પકડાયેલા આરોપીઓમાં નડિયાદના ધીરેન ગોવિંદ તળપદા અને રાહુલ હરીશ પરમાર વેડવાનો સમાવેશ થાય છે. તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આરોપી રાહુલ હરીશ પરમાર વેડવાનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ખેડા ટાઉન, ખેડા ભાલેજ અને ખેડા ઠાસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી LCB સુરેન્દ્રનગરના PI બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા અને સ્ટાફના HC જયપાલસિંહ રાઠોડ, PC વજાભાઈ સાનીયા, PC સરદારસિંહ જગાભાઈ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં કેમ જગ્યા ન મળી?:ચારેયબાજુ એક જ ચર્ચા, ટીમમાં સિલેક્શનનું ગણિત શું હતું? સોશિયલ મીડિયા પર કેપ્ટન-કોચ પર માછલા ધોવાયા
    Next Article
    નાસીરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અપાશે:હાઈકોર્ટની ફટકાર બાદ SMC હરકતમાં; ભરીમાતા કોમ્યુનિટી હોલ બનશે હંગામી આશ્રયસ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment