Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડી પોલીસે 11 પાડા ભરેલા ટેમ્પો સાથે ચાલકને પકડ્યો:બગવાડા ટોલનાકા પાસે ક્રૂરતાપૂર્વક હેરાફેરી, પાયલોટિંગ કરનાર ફરાર

    2 days ago

    પારડી પોલીસે વલસાડના બગવાડા ટોલનાકા નજીકથી ક્રૂરતાપૂર્વક ભરેલા 11 પાડા સાથે એક ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. આ પાડાઓને મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ટેમ્પોનું પાયલોટિંગ કરનાર અર્ટીગા કારનો ચાલક અને માલ ભરાવનાર ઈસમ પોલીસને જોઈ ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ, પારડી ટાઉન પોલીસની નાઈટ પેટ્રોલિંગ ટીમને કંટ્રોલ રૂમ તરફથી બાતમી મળી હતી. બાતમીના આધારે, વલસાડથી વાપી તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા ટોલનાકા પાસે પોલીસે ટેમ્પો (GJ-16-AV-9761) ને રોક્યો હતો. તપાસ કરતા, ટેમ્પોમાં ટૂંકી દોરીથી ખીચોખીચ બાંધેલા 11 પાડા મળી આવ્યા હતા, જેમની પાસે ઘાસચારો કે પાણીની કોઈ સુવિધા ન હતી. પોલીસે મુનશી મોહમદ અંજુમ (ઉંમર 35, રહે. નાનો નાગોરીવાડ, ઘાસમંડલ, આમોદ, ભરૂચ) નામના ચાલકની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹6,70,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 11 પાડા (કિંમત ₹1,65,000), આઈસર કંપનીનો ટેમ્પો (કિંમત ₹3,50,000) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) નો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં ચાલકે કબૂલાત કરી હતી કે આ પાડા ભરૂચના સરનાર ગામના સફુભાઈ નામના ઈસમે ભરાવી આપ્યા હતા. આ પાડાઓને મહારાષ્ટ્રના દહીસર ખાતે લઈ જવાના હતા. પોલીસથી બચવા માટે છપનભાઈ નામનો ઈસમ અર્ટીગા કાર (GJ-16-AF-8163) થી ટેમ્પોનું પાયલોટિંગ કરી રહ્યો હતો. પારડી પોલીસે પશુ પ્રત્યે ક્રૂરતા અટકાવવા અંગેના કાયદા તેમજ પશુ હેરાફેરી નિયંત્રણ નિયમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ફૂડ વિભાગની તપાસ તેજ:નિયમભંગ બદલ નોટિસ, દંડ અને પેઢીઓ બંધ કરાઈ
    Next Article
    'Remove Them': Jamie Lever Reacts To Fake AI Wedding Videos With Govinda's Son

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment