Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 પ્રમોટેડ IAS અધિકારીઓને ઇન-સીટુ પોસ્ટિંગ:GIDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બી.કે. જોશીની નિમણૂક, જાણો કોને ક્યાં મુકાયા

    3 days ago

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગુરુવારે(25 જૂન) 18 પ્રમોટેડ IAS અધિકારીઓની પોસ્ટિંગ અંગેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 25 જૂને IAS તરીકે પ્રમોશન મળ્યા બાદ રાજ્ય સરકારે 17 અધિકારીઓને તેમની હાલની જગ્યાએ (In-situ) IAS તરીકે ફરજ બજાવવા નિયુક્ત કર્યા છે, જ્યારે એક અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. GIDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે બી.કે. જોશીની નિમણૂક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય મુજબ બી.કે. જોશીને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 17 અધિકારીઓને તેઓ જે પદ પર હાલ કાર્યરત છે ત્યાં જ IAS અધિકારી તરીકે ફરજ બજાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 17 અધિકારીઓ જે પદ પર હાલ કાર્યરત છે ત્યાં જ IAS અધિકારી તરીકેની ફરજ આ પ્રમોશનથી જિલ્લા વહીવટ, ગ્રામ વિકાસ, ચૂંટણી, પ્રવાસન, નાગરિક પુરવઠો, રમતગમત, ખાણ-ખનીજ, ગેસ, વક્ફ બોર્ડ સહિતના અનેક મહત્વપૂર્ણ વિભાગોમાં હવે IAS કેડરના અધિકારીઓની સંખ્યા વધશે. રાજ્યમાં લાંબા સમયથી કેટલીક જગ્યાઓ પ્રમોશન પામેલા રાજ્ય સેવા અધિકારીઓ અથવા ચાર્જમાં ચાલતી હોવાથી હવે નિર્ણય પ્રક્રિયામાં વધુ ઝડપ અને વહીવટી કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અપાશે:હાઈકોર્ટની ફટકાર બાદ SMC હરકતમાં; ભરીમાતા કોમ્યુનિટી હોલ બનશે હંગામી આશ્રયસ્થાન
    Next Article
    બરવાળામાં જુગાર પર પોલીસનો દરોડો:14 ઝડપાયા, 5 ફરાર; રૂ. 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment