Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરવાળામાં જુગાર પર પોલીસનો દરોડો:14 ઝડપાયા, 5 ફરાર; રૂ. 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    બરવાળા શહેરમાં તાજીયા બંદોબસ્ત દરમિયાન પોલીસે જુગાર પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 14 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પાંચ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી આશરે રૂ. 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને દરબારગઢ વિસ્તારમાં નગરપાલિકાના ખુલ્લા મેદાનમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ઘોડીના પાસા વડે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે, અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પંચ સાક્ષીઓની હાજરીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ઘોડીના બે પાસા, રોકડા રૂ.38,540, રૂ.53,500 કિંમતના 12 મોબાઈલ ફોન, રૂ. 2.10 લાખ કિંમતની 7 મોટરસાયકલ અને રૂ. 2 લાખ કિંમતની એક કાર સહિત કુલ રૂ. 5.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં કરશનભાઈ મોહનભાઈ ઓળકીયા, રાજેન્દ્રભાઈ રાયસંગભાઈ રાઠોડ, જયેશભાઈ ભવાનભાઈ રાઠોડ, ગુમાનસિંહ હેમુભાઈ પઢીયાર, રાજદીપસિંહ નટવરસિંહ ચૌહાણ, પંકજભાઈ સુરેશભાઈ મેર, વિપુલભાઈ ધીરૂભાઈ તાવીયા, રવીરાજભાઈ દિલીપભાઈ તાવીયા, મનીશભાઈ ચંદુભાઈ મેર, ભરતભાઈ બાબુભાઈ ખાચર, જામસંગભાઈ બચુભાઈ રાઠોડ, શિવરાજભાઈ આલકુભાઈ વાળા, મુનાભાઈ રસુલભાઈ ભાસ અને રફીકભાઈ કરીમભાઈ બાવનકાનો સમાવેશ થાય છે. જોકે, દરોડા દરમિયાન ચાપરાજભાઈ બાબુભાઈ માજરીયા, મુકેશભાઈ ગોવિંદભાઈ જેસાણી, જોરુભાઈ એભલભાઈ વાળા, હિતુભાઈ બાબુભાઈ રાઠોડ અને અક્ષયભાઈ કિશોરભાઈ મેર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બરવાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    18 પ્રમોટેડ IAS અધિકારીઓને ઇન-સીટુ પોસ્ટિંગ:GIDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બી.કે. જોશીની નિમણૂક, જાણો કોને ક્યાં મુકાયા
    Next Article
    Man Stabs Ujjain Student 14 Times In 47 Seconds For Rejecting His Advances

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment