Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમેશનગર-કરોડિયામાં SMCનો દરોડો, વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ:બે ઝડપાયા, છ ફરાર, 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત; ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ

    1 day ago

    વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રમેશનગર-કરોડિયા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 6.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ગેંગના અન્ય છ આરોપી ફરાર થતા શોધખોળ શરૂ કરાઈ છે. ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ખાલીદ શેખ અને અલ્પેશ મીહોલિયાને ઝડપી પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના રમેશનગર-કરોડિયા વિસ્તારમાં દરોડો પાડીને આરોપી ખાલીદ કાસમભાઈ શેખ અને અલ્પેશ રાજેન્દ્ર મીહોલિયાને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય ભાગીદાર ઇમરાન ઇબ્રાહીમભાઈ રાઠોડ તેમજ તુફેલ ઇમરાનભાઈ રાઠોડ દરોડા દરમિયાન ફરાર થઈ ગયા હતા. આરોપીઓ ભાગીદારીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગેરકાયદે વેપલો ચલાવતા હતા. રમેશનગર ખાતે આવેલા ઓરડામાં 4,60,780 રૂપિયાની કિંમતની 1,434 વિદેશી દારૂની બોટલો, સંગ્રહ કરવામાં આવી હતી. દારૂના વેચાણ અને હેરાફેરી માટે અન્ય સાગરીતોને પણ જોડવામાં આવ્યા હતા. ગેંગ બનાવી ગેરકાયદે દારૂ વેચતા, 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત આરોપી રફીકશા દિવાન અને સાહિલ રાજ દારૂનો જથ્થો સપ્લાય કરતા હતા, જ્યારે પરવેઝ રાઠોડ અને આરિફ ઉર્ફે જગ્ગા રાઠોડ વેચાણ માટે દારૂનો જથ્થો લઈ જતા હતા. તમામ આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના હેતુથી સંગઠિત ગેંગ બનાવી ગેરકાયદે દારૂ વેચતા હતા. દરોડા દરમિયાન પોલીસે રૂ. 12,700ની રોકડ રકમ, પાંચ મોબાઇલ ફોન, દારૂની પેટીઓની હેરફેરમાં ઉપયોગમાં લેવાતું સુઝુકી એક્સેસ સ્કૂટર, પીઓએસ સ્વાઇપ મશીન, ક્યુઆર કોડ મશીન તથા અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 6,50,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા અને ફરાર તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં તિરંગા યાત્રા, હર ઘર તિરંગા અભિયાન અંગે બેઠક:ભાજપ કાર્યાલયમાં આયોજન અને જવાબદારીઓ પર ચર્ચા
    Next Article
    વલસાડમાં FDA દ્વારા 75.4 કિલો એનાલોગ પનીરનો નાશ:જિલ્લાભરમાં પ્રતિબંધ બાદ અનેક ડેરીઓમાં સઘન ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment