Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં FDA દ્વારા 75.4 કિલો એનાલોગ પનીરનો નાશ:જિલ્લાભરમાં પ્રતિબંધ બાદ અનેક ડેરીઓમાં સઘન ચેકિંગ

    1 day ago

    વલસાડ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડેરી એનાલોગના વેચાણ અને વિતરણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરથી મળેલા આદેશ બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડેરીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 75.4 કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 22,349 છે. વિવિધ દુકાનોમાંથી મળેલા એનાલોગ પનીરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડ, વાપી, ઉમરગામ અને પારડી સહિતના વિસ્તારોમાં અનેક ડેરીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોકુલ ડેરી એન્ડ સ્વીટ, શ્રી સાંવરીયા ડેરી, રાધાકૃષ્ણ ડેરી, ભેરુનાથ ડેરી, ધર્મરાજ ડેરી, શિવ આરતી ડેરી, ધારા ડેરી, માતેશ્વરી ડેરી અને લક્ષ્મી ડેરી જેવી દુકાનોમાંથી એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેનો તાત્કાલિક નાશ કરાયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પારડીની ગોકુલ ડેરીમાંથી સૌથી વધુ 22 કિલો એનાલોગ પનીરનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વાપીની ધર્મરાજ ડેરીમાંથી કુલ 20 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું, જ્યારે અન્ય ડેરીઓમાંથી પણ વિવિધ માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. ડેરી પ્રોડક્ટની દુકાનો સહિત અનેક એકમોમાં તપાસ આ કામગીરીમાં મારડિયા ફૂડ પ્રોડક્ટ, આયુષી ડેરી, મનીષ ડેરી, શ્રીજી ડેરી, ભરૂચા ડેરીની શાખાઓ, યાદવ ડેરી, ગોકુલ ડેરી (સ્ટેશન રોડ, ઉમરગામ), સૈયદ અલી ડેરી, નટરાજ ડેરી, સાવરીયા ડેરી (સરીગામ), ગોપાલ ડેરી ફાર્મ, શ્રી સાવરીયા ડેરી (છરવાડા) અને મારુતિ એન્ટરપ્રાઇઝ (અંબાચ) સહિતના અન્ય એકમોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું કે જિલ્લાના અન્ય એકમોમાં પણ તપાસ ચાલુ રહેશે. જ્યાં પણ શંકાસ્પદ એનાલોગ પનીર, બટર અથવા ચીઝનો જથ્થો મળી આવશે, ત્યાં તેનો તાત્કાલિક નાશ કરીને સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રમેશનગર-કરોડિયામાં SMCનો દરોડો, વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ:બે ઝડપાયા, છ ફરાર, 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત; ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ
    Next Article
    કુકસવાડામાં કૂવામાં ખાબકેલી સિંહણનું સફળ રેસ્ક્યૂ કરાયું.:​માળિયાહાટીનાના કુકસવાડામાં કૂવામાં પડેલી સિંહણનું સુરક્ષિત રેસ્ક્યૂ: સીમર ખાતે સારવાર બાદ કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરાઈ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment