Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ:SMCની ટીમે રૂ.32.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, વાહનો સહિત રૂ.74.13 લાખનો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    પશ્ચિમ કચ્છમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરીને માધાપર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.માધાપરના નવાવાસની પાર્શ્વનાથ સોસાયટીમાં આવેલા એક બંધ કમ્પાઉન્ડવાળા પ્લોટમાં ગતરાત્રે કરવામાં આવેલી આ રેડ દરમિયાન દારૂની આશરે 311 પેટીઓમાંથી કુલ 8,343 બોટલો કબજે કરવામાં આવી હતી. દારૂના જથ્થાની કિંમત રૂ.32,63,012 આંકવામાં આવી છે. આ ઉપરાંત સાત વાહનો, નવ મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.74,13,688નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. રવિયાની ટીમે મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના માધાપર, નવાવાસ સ્થિત પાર્શ્વનાથ સોસાયટીમાં કુલદીપસિંહ નટુભા વાઘેલાના બંધ કમ્પાઉન્ડવાળા પ્લોટમાં ગતરાત્રે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. તપાસમાં દારૂની હેરાફેરી અને સંગ્રહ સાથે સંકળાયેલા હોવાની આશંકા હેઠળ ચાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના હરીશકુમાર શ્યામવિરસિંહ જાટ ઉપરાંત માધાપરના હરદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ભીખુભા જાડેજા અને માંડવી તાલુકાના દરસડી ગામના અનિલસિંહ લઘુભા જાડેજાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ચંદીગઢથી દારૂનો જથ્થો લાવી આપનાર વ્યક્તિ, દિલ્હી અને ગુડગાંવ સાથે જોડાયેલા શખ્સો તેમજ સ્થાનિક સ્તરે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસના ઘેરામાં આવી છે. આ ગુનામાં મુખ્ય આરોપી ગણાતા કુલદીપસિંહ નટુભા વાઘેલા સહિત કુલ 16 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોટરસાઇકલ અને ટ્રકના માલિકો સહિત અન્ય શખ્સોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે માધાપર પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 83, 98(2) અને 116(બી) હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', ઈસ્કોન-સાણંદ ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:9 હજાર મકાનનો ડ્રો કરી કેન્દ્રીય ગૃહમંત્રી થોડીવારમાં જાહેરસભાને સંબોધશે
    Next Article
    જૂનાગઢના ઇતિહાસનો ગૌરવદિન::બહાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંભનું પૂજન-અર્ચન, ધારાસભ્ય સંજય કોરડીયા અને મેયરે આરઝી હકુમતના અમર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment