Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બાળકીને દડો અડી જતા 9 વર્ષના બાળકને બેરહેમીથી ફટકાર્યો:નીચે પછાડી જાતિ વિષયક શબ્દો કહી માફી મંગાવી; મહિલા પ્રોફેસરના દીકરાને ડરમાં પેશાબ થઈ ગયો

    1 day ago

    સુરતના અલથાણમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સોસાયટીના કિડ્સ ઝોનમાં રમી રહેલા 9 વર્ષના બાળકનો સ્માઈલી બોલ રમતાં-રમતાં એક બાળકીને અડી ગયો હતો. જેથી બાળકીના પિતાએ બાળકને ઉપરાછાપરી લાફા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં, બાળકને નીચે પાડી દઈ જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારી જબરદસ્તીથી ઘૂંટણીયે બેસાડી કાન પકડાવી માફી મંગાવી હતી. આ મામલે બાળકના પ્રોફેસર માતાએ અમરીશ શાહ સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. રમતાં-રમતાં બોલ વાગતાં જ ઉશ્કેરાયેલા શખ્સે બાળકને ફટકાર્યું અલથાણ સ્થિત રાજહંસ સિન્ફોનીયામાં રહેતા અને અઠવાલાઈન્સની પી.ટી. સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન સોનાલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 2 ઓક્ટોબરના સાંજે સાતેક વાગ્યે તેનો 9 વર્ષનો પુત્ર બિલ્ડિંગના સી અને ડી વિંગમાં આવેલા કિડ્સ ઝોનમાં મિત્રો સાથે સ્માઈલી બોલથી રમી રહ્યો હતો. તે દરમિયાન રમતાં-રમતાં અચાનક બોલ સોસાયટીમાં જ રહેતા વર્ધાન અમરીશભાઈ શાહની દીકરીને વાગી ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા વર્ધાન શાહે હિતાર્થ પાસે આવી જોઈને નથી રમી શકતો? કહી ઉપરાછાપરી 5થી 6 લાફા ઝીંકી દીધા હતા. જાતિ વિષયક અપમાન કરી માફી મંગાવી, ભયમાં બાળકને પેશાબ થઈ ગયો માર માર્યા બાદ આરોપીએ બાળકને નીચે પાડી દઈ 'તું નીચ જાતિનો છે, મારી દીકરીની માફી માગ' તેમ કહી જબરદસ્તીથી માફી મંગાવી હતી. બાળકના મિત્રોએ ઘરે આવી જાણ કરતાં માતા-પિતા દોડી આવ્યા, ત્યારે બાળક અત્યંત ડરી ગયેલી હાલતમાં રડતું હતું, તેના ગાલ પર સોજો આવી ગયો હતો અને ભયના કારણે કપડાંમાં જ પેશાબ થઈ ગયો હતો. CCTV ફૂટેજમાં કરતૂત કેદ, બાળકની તબિયત લથડી બનાવ બાદ પરિવારે બિલ્ડિંગની ઓફિસમાં જઈ સીસીટીવી ફૂટેજ તપાસતાં આરોપી વર્ધાન શાહ (રહે. ફ્લેટ નં.719, ઈ-ટાવર, રાજહંસ સિન્ફોનીયા) બાળકને બેરહેમીથી માર મારતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. આ આઘાતજનક ઘટના બાદ બાળક રાત્રે ઊંઘમાંથી ચમકીને જાગી જતો હતો અને તેને તાવ ચડી ગયો હતો, જેથી પરિવારે તેને તાત્કાલિક ભટાર ખાતે આવેલી મૃદુલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે એટ્રોસિટી અને BNS હેઠળ ગુનો નોંધી તપાસ ACPને સોંપી બાળક સ્વસ્થ થતાં માતાએ અલથાણ પોલીસ મથકે પહોંચી આરોપી વર્ધાન અમરીશભાઈ શાહ સામે ફરિયાદ નોંધાવી હતી. અલથાણ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 115(2) તેમજ એટ્રોસિટી એક્ટ 1989ની કલમ 3(1)(r) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી આગળની તપાસ ‘એચ’ ડિવિઝનના ACP ઝેડ.આર. દેસાઈને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખારશીગામ નજીક પ્રેમસબંધની દાઝે હુમલો:યુવક બાઈક પર નોકરીએ જતો હતો ને રસ્તામાં આતરી પાઇપથી તૂટી પડ્યા ચાર શખ્સ સામે ગુનો
    Next Article
    વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી ત્રણ ગઠિયાએ ફ્રોડના 4.37 લાખ ઉપાડી લીધા:આંધ્રપ્રદેશ પોલીસ અમદાવાદના ઘરે આવતા ઠગાઈની જાણ થઈ, નિકોલમાં હુડાના નિવૃત એકાઉન્ટન્ટ ઓફિસર પાસેથી 4.23 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment