Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારશીગામ નજીક પ્રેમસબંધની દાઝે હુમલો:યુવક બાઈક પર નોકરીએ જતો હતો ને રસ્તામાં આતરી પાઇપથી તૂટી પડ્યા ચાર શખ્સ સામે ગુનો

    1 day ago

    ભાવનગરના માલણકા ગામનો યુવક ખારશી ગામ નજીક બાઇક પર નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે ચાર શખસોએ યુવકને અટકાવી જૂના પ્રેમસંબંધની અદાવતમાં પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકે ભરતનગર પોલીસ મથકમાં ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગરના માલણકા ઘનશ્યામપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા દીપકભાઈ બુધાભાઈ ચૌહાણ (ઉં.વ. 30) એ તેના જ ગામના રહેવાસી રાહુલ અશોકભાઈ ગોહેલ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને રાહુલની સંબધીની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી જેની જાણ રાહુલને થઈ હતી. આ બાબતે તેઓને ઠપકો આપતા બન્ને વચ્ચે સમાધાન થયું હોય તેમ છતાં રાહુલે પ્રેમસબંધની દાઝ રાખી 3 ઓક્ટોબર 2026ના રાત્રીના આશરે 9.15 વાગ્યાના અરસામાં તેઓ તેના મિત્ર સાથે બાઈક પર નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે રાહુલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો બે મોટરસાઇકલ પર આવીને અપશબ્દો બોલી રાહુલ અને તેના સાગરીતોએ પર પાઇપ તેમજ ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો. ત્યારબાદ તેઓના મિત્ર અને રાહદારીઓ આવી જતા ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બાદ તેઓને ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે ચારેય શખસો વિરુદ્ધ BNS એક્ટ 115(2), 117(2), 352, 351(2), 54 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ₹2,502 કરોડથી વધુના 2 માર્ગ પ્રોજેક્ટ મંજૂર:માર્ગ હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે-લેન બનશે, સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે કનેક્ટિવિટી સુધરશે
    Next Article
    સુરતમાં બાળકીને દડો અડી જતા 9 વર્ષના બાળકને બેરહેમીથી ફટકાર્યો:નીચે પછાડી જાતિ વિષયક શબ્દો કહી માફી મંગાવી; મહિલા પ્રોફેસરના દીકરાને ડરમાં પેશાબ થઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment