Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ₹2,502 કરોડથી વધુના 2 માર્ગ પ્રોજેક્ટ મંજૂર:માર્ગ હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે-લેન બનશે, સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે કનેક્ટિવિટી સુધરશે

    1 day ago

    કેન્દ્ર સરકારે અમરેલી લોકસભા મતવિસ્તાર સહિત સૌરાષ્ટ્રના માર્ગ માળખાને મજબૂત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાંસદ ભરત સુતરીયાના પ્રયાસોથી નેશનલ હાઈવેના બે પ્રોજેક્ટ માટે 2,502.91 કરોડથી વધુની મંજૂરી મળી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ-351Gના નાગેશ્રી-અમરેલી-ચોટીલા 196 કિલોમીટર લાંબા સેક્શનને અપગ્રેડ કરવા 2,125.55 કરોડ મંજૂર થયા છે. આ માર્ગ હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે-લેન બનશે. તેમાં અમરેલી બાયપાસ, જસદણ-આટકોટ-બાબરા સેક્શન અને ચોટીલા શહેર વિસ્તારમાં ચાર-લેન અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે કનેક્ટિવિટી સુધરશે. વાહનવ્યવહાર સરળ બનશે. અમરેલી અને બાબરા બાયપાસથી શહેરોમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય રાજમાર્ગ-351ના બગસરા-વડિયા-જેતપુર માર્ગ માટે 377.36 કરોડની મંજૂરી અપાઈ છે. આ પ્રોજેક્ટ અમરેલી જિલ્લાના વિસ્તારોને નેશનલ હાઈવે સાથે જોડશે. સાંસદ ભરત સુતરીયાએ આ મંજૂરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો છે. આનાથી સૌરાષ્ટ્રના માર્ગ વિકાસને નવી ગતિ મળશે. અમરેલી લોકસભા મતવિસ્તારના માર્ગ માળખાના વિકાસની સાથે સમગ્ર સૌરાષ્ટ્રને વધુ મજબૂત માર્ગ જોડાણ આપતા આ બંને પ્રોજેક્ટને પ્રદેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આ માર્ગોનું અપગ્રેડેશન પૂર્ણ થયા બાદ અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો વચ્ચે મુસાફરી વધુ સુગમ બનવાની સાથે આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના વનિતા વિશ્રામમાં 58થી વધુ વિદ્યાર્થીઓના હુનરે કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા:સ્કૂલ લાઇફની મિત્રતાથી લઈને એક વર્ષની મહેનત બાદ તૈયાર થયેલી ગુલમહોર સીરિઝ બની આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    ખારશીગામ નજીક પ્રેમસબંધની દાઝે હુમલો:યુવક બાઈક પર નોકરીએ જતો હતો ને રસ્તામાં આતરી પાઇપથી તૂટી પડ્યા ચાર શખ્સ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment