Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના વનિતા વિશ્રામમાં 58થી વધુ વિદ્યાર્થીઓના હુનરે કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા:સ્કૂલ લાઇફની મિત્રતાથી લઈને એક વર્ષની મહેનત બાદ તૈયાર થયેલી ગુલમહોર સીરિઝ બની આકર્ષણનું કેન્દ્ર

    1 day ago

    સુરત શહેરમાં કલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ભવ્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 58થી વધુ યુવા વિદ્યાર્થીઓની અનોખી અને મનમોહક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં રજૂ થયેલા ચિત્રોમાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિ અને મૌલિક વિચારોને સુંદર રંગો દ્વારા કેનવાસ પર કંડાર્યા હતા. પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શહેરભરમાંથી કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને યુવા કલાકારોના કામની ખૂબ પ્રશંસા કરી હતી. 2થી 3 મહિનાની મહેનતે સ્કૂલ લાઇફ અને મિત્રતાના થીમ બની પ્રદર્શનમાં ધોરણ 11ની વિદ્યાર્થીની ધ્યાની મહેતાએ સ્કૂલ લાઇફ અને મિત્રતાના થીમ પર ખૂબ જ સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. આ પેઇન્ટિંગ બનાવવા માટે ધ્યાનીને લગભગ બેથી ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. પોતાની કૃતિ અંગે વાત કરતાં ધ્યાની મહેતાએ જણાવ્યું કે, મારું નામ ધ્યાની મહેતા છે. આ પાછળનું પેઇન્ટિંગ મેં બનાવ્યું છે જે ફ્રેન્ડશિપ ઉપર આધારિત છે. આ કામ પૂરું કરવામાં મને આશરે બેથી ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. પેઇન્ટિંગ શરૂ કરતાં પહેલાં અમે થીમ નક્કી કરીએ છીએ અને હું હાલ 11મા ધોરણમાં હોવાથી મને સ્કૂલ લાઇફ અને મિત્રતા સાથે જોડાયેલા વિષય પર કામ કરવાનો વિચાર આવ્યો. આ મારી પ્રથમ એવી પેઇન્ટિંગ છે જે મેં મારી સંપૂર્ણ કલ્પના અને વિચારોથી તૈયાર કરી છે, જેથી તે મારા માટે હંમેશા યાદગાર રહેશે. લોકો માટે મારો સંદેશ એ છે કે બધા કલા સાથે જોડાયેલા રહે અને તેને વધુ સમય આપે. 'મેં ગુલમહોર સીરિઝ પર આ એક્રેલિક પેઇન્ટિંગ તૈયાર કર્યું છે' બીજી તરફ, કલાકાર પ્રિયા શાહે એક વર્ષના લાંબા સંશોધન અને સખત પરિશ્રમ બાદ પોતાની અદભુત ગુલમહોર સીરિઝ પ્રદર્શિત કરી હતી. પ્રિયા શાહે કુદરતી ફૂલોની ફોટોગ્રાફીને સેલ્ફ પોટ્રેટ સાથે જોડીને કેનવાસ પર એક્રેલિક રંગો દ્વારા રજૂ કર્યા હતા. પોતાની આર્ટ અંગે વાત કરતાં પ્રિયા શાહે જણાવ્યું કે, મારું નામ પ્રિયા શાહ છે. મેં ગુલમહોર સીરિઝ પર આ એક્રેલિક પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. પહેલાં મેં ફોટોગ્રાફી કરી હતી અને બાદમાં તેને સેલ્ફ પોટ્રેટમાં ફેરવીને કેનવાસ પર ઉતાર્યું છે. આખી સીરિઝ પર સંશોધન કરીને તેને પૂર્ણ કરવામાં મને આશરે એક વર્ષ જેટલો સમય લાગ્યો છે. મને ગુલમહોરના ફૂલો અને તેના કુદરતી રંગો ખૂબ ગમ્યા હતા, તેથી તેને કેનવાસ પર જીવંત કરવાનો વિચાર આવ્યો. કુદરતે આપણને અદભુત રંગો અને સુંદરતા આપી છે અને એ જ સુંદરતાને મેં મારા ચિત્ર દ્વારા લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ એક્ઝિબિશનમાં યુવા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ વિષયોની કૃતિઓએ કલાપ્રેમીઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની અભિવ્યક્તિને જે રીતે કેનવાસ પર ઉતારી છે તેને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    Drishyam 3 Box Office Collection Day 2: 100 Crore Club में शामिल Ajay Devgn की Drishyam 3 |MOVIE
    Next Article
    અમરેલીમાં ₹2,502 કરોડથી વધુના 2 માર્ગ પ્રોજેક્ટ મંજૂર:માર્ગ હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે-લેન બનશે, સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે કનેક્ટિવિટી સુધરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment