Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી ત્રણ ગઠિયાએ ફ્રોડના 4.37 લાખ ઉપાડી લીધા:આંધ્રપ્રદેશ પોલીસ અમદાવાદના ઘરે આવતા ઠગાઈની જાણ થઈ, નિકોલમાં હુડાના નિવૃત એકાઉન્ટન્ટ ઓફિસર પાસેથી 4.23 લાખ પડાવ્યા

    1 day ago

    શહેરના પૂર્વ વિસ્તારમાં બે છેતરપિંડીના બનાવમાં ગઠિયાઓએ રૂ. 8.60 લાખ ખખેરી લીધા છે. જેમાં રિલીફરોડના વેપારીના ક્રેડિટ કાર્ડમાં ત્રણ ગઠિયાએ ફ્રોડના રૂપિયા જમા કરી રૂ. 4.37 લાખ ઉપાડી લીધા. આંધ્રપ્રદેશ પોલીસ ઘરે આવતા ઠગાઈની જાણ થઈ હતી. તેમજ નિકોલમાં હુડાના નિવૃત એકાઉન્ટન્ટ ઓફિસર પાસેથી ગેસ બિલ અપડેટના બહાને ગઠિયાએ રૂ. 4.23 લાખ પડાવ્યા છે. બંને બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ બનાવ નિકોલમાં હુડાના નિવૃત એકાઉન્ટન્ટ ઓફિસર પાસેથી 4.23 લાખ પડાવ્યા નિકોલના હરી દર્શન ચાર રસ્તા પાસે આવેલા કર્ણાવતી બંગ્લોઝમાં રહેતા 70 વર્ષીય પ્રવિણચંદ્ર નટવરલાલ મોદી વર્ષ 2013માં હુડામાંથી એકાઉન્ટન્ટ ઓફિસર તરીકે નિવૃત થયા હતા. ગત 26 ઓગસ્ટે ઘરે હાજર હતા. ત્યારે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ અદાણી ગેસ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી ગેસ બિલ અપડેટ થયેલ નથી. જેથી પ્રવીણચંદ્રએ બિલ અપડેટ કરવાનું કહેતા ગઠિયાએ વોટ્સએપ પર એક ફોર્મ મોકલી વિગતો ભરાવ્યા બાદ રૂ. 20 ફોર્મ ચાર્જ પેટે ઓનલાઈન ભરવા જણાવ્યું હતું. જેથી પ્રવિણચંદ્રે ઓનલાઈન ટ્રાન્સફર ના પાડતા આરોપીએ એટીએમ કાર્ડની વિગતો માંગતા આપી હતી. ત્યારબાદ આરોપીએ આ બેંક નહીં ચાલે તેમ કહી અન્ય બેંકની વિગતો માગતા પ્રવિણચંદ્રે પોતાના પત્ની સાથેના સંયુક્ત ખાતાના એટીએમ કાર્ડની વિગતો પણ આપી દીધી હતી. બાદમાં બપોરના સમયે બેંકમાંથી ફોન આવતા માલૂમ પડ્યું હતું કે તેમના બને એકાઉન્ટમાંથી કુલ રૂ. 4. 23 લાખ ઉપડી ગયા હતા. જેથી સાયબર ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. બાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજો બનાવ વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી ત્રણ ગઠિયાએ ફ્રોડના 4.37 લાખ ઉપાડી લીધા બીજી તરફ ​જમાલપુર વિસ્તારમાં રહેતા અવેશ પીડાવાળા રિલીફ રોડ કાપડની દુકાન ધરાવી ધંધો કરે છે. તેમની દુકાન સામે 4 સ્ટેજ નામથી મોબાઈલની દુકાન ધરાવતા મોહમદ રીબા મોહમદ ઇસ્તીયાક શેખ, એહમદ હુસૈન મોહમદ શફી કુરેશી અને નફીસ જલાલુદિન સૈયદ સાથે તેમને છેલ્લા એક વર્ષથી ઓળખાણ હતી. આ ત્રણેય જણા ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગનો પણ ધંધો કરતા હતા. જેમાં 3 ટકા કમિશન લઈને ક્રેડિટ કાર્ડની લિમિટ સાચવી આપવાનું કામ કરતા હતા. ​અવેશભાઈ અને તેમના પરિવાર પાસે બે બેંકના ક્રેડિટ કાર્ડ હતા. જેમાંથી વાપરેલી રકમનું સમયસર બિલ ભરવાનું હોવાથી સીબિલ ખરાબ ન થાય તે માટે અવેશભાઈએ આ ત્રણેય શખ્સોનો સંપર્ક કર્યો હતો. આંધ્રપ્રદેશ પોલીસ ઘરે આવતા ઠગાઈની જાણ થઈ 3 ટકા કમિશન આપીને રકમ જમા કરાવી પરત ઉપાડી લેવાની શરતે અવેશભાઈએ પોતાના અને પિતા યાસીનભાઈ તથા માતા યાસ્મીનબેનના ક્રેડિટ કાર્ડ્સ આ ત્રણેય શખ્સોને આપ્યા હતા. આ દરમ્યાન ગત 10 જુલાઈએ આંધ્ર પ્રદેશ પોલીસ અવેશભાઈના ઘરે આવી પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમના ક્રેડિટ કાર્ડ્સમાં કુલ રૂ. 4.37 લાખના ફ્રોડના નાણાં જમા થયા છે. આંધ્ર પ્રદેશ પોલીસે કાયદેસરનું પંચનામું કરી આ રકમ રિકવર કરી લીધી હતી. જેથી તપાસ કરતા ગઠિયાઓએ વેપારી અને તેમના પિતાના ક્રેડિટ કાર્ડમાં સાયબર ફ્રોડના નાણાં ક્રેડિટ કરાવીને અલગ-અલગ પેમેન્ટ એપ્લિકેશનથી પોતે જ રકમ ઉપાડી લીધી હતી. જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે અવેશભાઈએ મોહમદ રીબા શેખ, એહમદ હુસૈન કુરેશી અને નફિસ સૈયદ સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ​
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બાળકીને દડો અડી જતા 9 વર્ષના બાળકને બેરહેમીથી ફટકાર્યો:નીચે પછાડી જાતિ વિષયક શબ્દો કહી માફી મંગાવી; મહિલા પ્રોફેસરના દીકરાને ડરમાં પેશાબ થઈ ગયો
    Next Article
    ભાવનગરના સાણોદરનો શખસ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો:વંથલીના કાજલીયાળાથી પોલીસે બંનેને શોધીને સગીરાને મુક્ત કરાવી, શખસની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment