Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના સાણોદરનો શખસ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો:વંથલીના કાજલીયાળાથી પોલીસે બંનેને શોધીને સગીરાને મુક્ત કરાવી, શખસની અટકાયત

    1 day ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામે રહેતો લાલજી વલ્લભભાઈ મકવાણા નામનો શખસ સ્થાનિક પંથકની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પરિવારે ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. કાજલીયાળા ગામમાંથી આરોપી લાલજી મકવાણાની અટકાયત ઘોઘા પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વિભાગની મદદથી આરોપીનું લોકેશન મેળવ્યું હતું. તપાસ દરમિયાન આરોપી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાના કાજલીયાળા ગામની સીમમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમે કાજલીયાળા ગામે દરોડો પાડી આરોપી લાલજી મકવાણાની અટકાયત કરી હતી અને તેના કબજામાંથી સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસે બંનેને ઘોઘા પોલીસ સ્ટેશન લાવી આરોપી સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી ત્રણ ગઠિયાએ ફ્રોડના 4.37 લાખ ઉપાડી લીધા:આંધ્રપ્રદેશ પોલીસ અમદાવાદના ઘરે આવતા ઠગાઈની જાણ થઈ, નિકોલમાં હુડાના નિવૃત એકાઉન્ટન્ટ ઓફિસર પાસેથી 4.23 લાખ પડાવ્યા
    Next Article
    સુરતમાં સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટમાં ડાન્સરોના વસ્ત્રો મુદ્દે મોટો વિવાદ:બજરંગ દળે ભારતીય સંસ્કૃતિના નામે વિરોધ નોંધાવ્યો, આયોજકે કહ્યું- ‘પાસ ન મળતાં ડ્રામા ઊભો કરાયો’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment