Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટમાં ડાન્સરોના વસ્ત્રો મુદ્દે મોટો વિવાદ:બજરંગ દળે ભારતીય સંસ્કૃતિના નામે વિરોધ નોંધાવ્યો, આયોજકે કહ્યું- ‘પાસ ન મળતાં ડ્રામા ઊભો કરાયો’

    1 day ago

    સંસ્કાર અને ઉત્સવપ્રિય ગણાતું સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વિવાદોમાં ઘેરાઈ રહ્યું છે. તાજેતરમાં શહેરના પાલ વિસ્તારમાં યોજાયેલા બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટમાં સ્ટેજ પરફોર્મન્સ અને ડાન્સરોના વસ્ત્રોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પ્રદર્શનને અશોભનીય ગણાવી બજરંગ દળ દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. બીજી તરફ આયોજકોએ આ વિરોધને પાયાવિહોણો ગણાવ્યો છે. 30 ફૂટ ઊંચેથી એન્ટ્રી સાથે ‘આઈ એમ હોમ કમિંગ’ ટૂરની શરૂઆત સુરતના પાલ સ્થિત ગ્રાન્ડ ફેરોહાર ખાતે બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણે પોતાની ‘આઈ એમ હોમ કમિંગ’ ઈન્ડિયા ટૂરની શરૂઆત કરી હતી. આ કોન્સર્ટની શરૂઆત સુનિધિની અનોખી એન્ટ્રીથી થઈ હતી, જેમાં તેઓ ગ્રાઉન્ડથી આશરે 30 ફૂટની ઊંચાઈએ કેબલ્સ વચ્ચે ખુરશી પર બેસીને સ્ટેજ પર ઉતર્યા હતા. તેમની સાથે 15 સભ્યોની ડાન્સ ક્રૂ, બીટબોક્સર અને મ્યુઝિક બેન્ડ જોડાયું હતું. સુનિધિએ ‘આજે મને ગાવા દો’ કહીને ચાહકોમાં ઉત્સાહ ભર્યો હતો અને ‘ડાન્સ પે ચાન્સ’ જેવા હિટ ગીતો પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપીને કાર્યક્રમ દરમિયાન બે વખત પોતાના આઉટફિટ પણ બદલ્યા હતા. ડાન્સરોના વસ્ત્રો સામે બજરંગ દળ લાલઘૂમ: કહ્યું- ‘પરિવાર સામે સંસ્કૃતિનું હનન ન ચલાવી લેવાય’ કોન્સર્ટના વાયરલ વીડિયો સામે આવ્યા બાદ બજરંગ દળ સુરત પૂર્વ વિભાગના સંયોજક અભિષેક રાજપૂતે જણાવ્યું કે, તાજેતરમાં યોજાયેલા સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટ દરમિયાન કપડાં પહેરવાની મર્યાદા જાળવવામાં આવી ન હોવાની બાબત તેમના ધ્યાને આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ કલાકાર કે કળાનો વિરોધ નથી કરતા, પરંતુ આવા લાઈવ કોન્સર્ટ જેવા સાંસ્કૃતિક અને પારિવારિક કાર્યક્રમોમાં જ્યાં મહિલાઓ, યુવાનો અને નાના બાળકો ઉપસ્થિત હોય, ત્યાં વસ્ત્રોની યોગ્ય મર્યાદા હોવી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અનુસાર પહેરવેશ યોગ્ય હોવો જોઈએ અને કાર્યક્રમોમાં પારિવારિક માહોલ જળવાવો જોઈએ. વેસ્ટર્ન સંસ્કૃતિ અને તેની અસર ભારતીય સમાજ પર ન પડે તે માટે ભારતીય નારીના પહેરવેશની પરંપરા અને મર્યાદાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. આગામી કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે તેઓ કાર્યક્રમના આયોજકો સાથે વાતચીત કરીને તેમને સમજાવશે. ભવિષ્યમાં આવા કોઈપણ કાર્યક્રમનું આયોજન કરતી વખતે કલાકારો માટે કપડાં પહેરવાની યોગ્ય મર્યાદા નક્કી કરવામાં આવે તેવી અપીલ તેઓ આયોજકોને કરશે. આયોજકોનો વળતો પ્રહાર: ‘કપડાં પહેરવાની વ્યક્તિગત સ્વતંત્રતા છે, પાસ ન મળ્યા એટલે વિવાદ’ બજરંગ દળના આક્ષેપો સામે ઇવેન્ટના આયોજક સચી ઇવેન્ટ્સના અજેશ કુમારે આકરો પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં દરેક નાગરિકને પોતાની પસંદગી મુજબ વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા છે. કાયદામાં ક્યાંય કોઈ ડ્રેસ કોડ નક્કી કરાયો નથી. સુનિધિ ચૌહાણ અગાઉ પણ આવા જ આઉટફિટમાં સુરત અને અમદાવાદ સહિત દેશભરમાં પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે. વિવાદ પાછળનું કારણ જણાવતાં તેમણે ઉમેર્યું કે, જે લોકોને કાર્યક્રમના ફ્રી પાસ ન મળ્યા, તેઓ જાણીજોઈને સોશિયલ મીડિયા પર આ પ્રકારનું ડ્રામા ઊભું કરીને મુદ્દો બનાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના સાણોદરનો શખસ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો:વંથલીના કાજલીયાળાથી પોલીસે બંનેને શોધીને સગીરાને મુક્ત કરાવી, શખસની અટકાયત
    Next Article
    અતુલમાં વૈષ્ણવ સમાજ દ્વારા રસ ગરબા મહોત્સવ યોજાયો:નવરાત્રિ પૂર્વે મહિલા પાંખે ગરબા સ્પર્ધાનું આયોજન કર્યું, ખેલૈયાઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment