Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના ઇતિહાસનો ગૌરવદિન::બહાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંભનું પૂજન-અર્ચન, ધારાસભ્ય સંજય કોરડીયા અને મેયરે આરઝી હકુમતના અમર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

    10 hours ago

    ​આજે 9 નવેમ્બર એટલે કે સમગ્ર દેશ અને વિશેષ કરીને જૂનાગઢ માટે અત્યંત ગૌરવનો દિવસ છે. ભારત ભલે 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થઈ ગયો હતો, પરંતુ જૂનાગઢને સાચી આઝાદી 9 નવેમ્બરના રોજ મળી હતી. આ ઐતિહાસિક જૂનાગઢ મુક્તિ દિવસ નિમિત્તે શહેરની પ્રખ્યાત બહાઉદ્દીન કોલેજના મેદાન ખાતે વિજય સ્તંભના પૂજન-અર્ચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને આરઝી હકુમતના અમર લડવૈયાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ​ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું આ મેદાન ખૂબ જ પવિત્ર સ્થળ છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરઝી હકુમતના લડવૈયાઓએ જૂનાગઢને મુક્ત કરાવવા માટે એક જબરદસ્ત લોકચળવળ ચલાવી હતી. આ જ ઐતિહાસિક મેદાન પર સરદાર પટેલે જંગી જાહેર સભા સંબોધીને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવાની જાહેરાત કરી હતી અને જૂનાગઢને આઝાદી અપાવવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં વિજય સ્તંભની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં દર વર્ષે મહાનુભાવો દ્વારા પૂજન કરવામાં આવે છે. ​જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, "આજે સમગ્ર દેશ અને જૂનાગઢ માટે ગૌરવનો દિવસ છે, કારણ કે 9 નવેમ્બર એ જૂનાગઢનો સાચો આઝાદી દિવસ છે. ભારત 15 ઓગસ્ટે આઝાદ થયો હતો, જ્યારે જૂનાગઢ 9 નવેમ્બરે આઝાદ થયું હતું.આપણે જે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ પર ઊભા છીએ તે ખૂબ જ પવિત્ર ભૂમિ છે. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આરઝી હકુમતના સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા આ ચળવળ ઉપાડવામાં આવી હતી અને આજના દિવસે જ સરદાર સાહેબે અહીં જાહેર સભા યોજી હતી. ​આરઝી હકુમતના તમામ સ્વતંત્રતા સેનાનીઓને આપણે હંમેશાં યાદ કરવા જોઈએ અને વંદન કરવા જોઈએ, કારણ કે તેમની સખત મહેનત, પ્રયાસો અને ભગીરથ લડતથી જ જૂનાગઢ આઝાદ થયું છે; નહીંતર આજે પણ જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હોત.શામળદાસ ગાંધી અને આરઝી હકુમતની સમગ્ર ટીમના નેતૃત્વને પ્રણામ કરી તેમણે તમામ જૂનાગઢવાસીઓને મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    માધાપરમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ:SMCની ટીમે રૂ.32.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, વાહનો સહિત રૂ.74.13 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    દિવાળીની રાત્રે ભાવનગરમાં ખૂની ખેલ:કરચલીયાપરામાં ભોજન લેવા નીકળેલા યુવક પર છરી અને ધારિયા લઈ બે શખ્સ તૂટી પડ્યા, સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment