Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રાત્રે ભાવનગરમાં ખૂની ખેલ:કરચલીયાપરામાં ભોજન લેવા નીકળેલા યુવક પર છરી અને ધારિયા લઈ બે શખ્સ તૂટી પડ્યા, સારવાર દરમિયાન મોત

    10 hours ago

    ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં દિવાળીની રાત્રીએ જૂની અદાવતને લઈને ખેલાયેલા ખૂની ખેલમાં બે શખ્સોએ એક યુવાન પર તિક્ષણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી જ્યારે મૃતકને બચાવવા વચ્ચે પડેલા પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ પોપટનગરમાં રહેતો 25 વર્ષીય રોહિત ઉર્ફે બટુ બુધાભાઇ બારૈયા નામનો શ્રમજીવી યુવાન મોડી રાત્રે ઘરથી ભોજન લેવા માટે નીકળ્યો હતો. આ દરમ્યાન જૂની અદાવતને લઈને બે શખ્સોએ રોહિતનો પીછો કરી રસ્તા વચ્ચે આંતરી છરી,ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન મોત થયું આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે તેનાં પિતાની હાલત ગંભીર છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. દિવાળી પર્વ ને લઈને બનેલી ઘટનાને પગલે ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના ઇતિહાસનો ગૌરવદિન::બહાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંભનું પૂજન-અર્ચન, ધારાસભ્ય સંજય કોરડીયા અને મેયરે આરઝી હકુમતના અમર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
    Next Article
    Opposition Claims Data Fraud As Delhi Chokes Post Diwali, BJP Blames '25 Years Of Inaction'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment