Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટની ફટકાર બાદ SMCએ નાસીરનગરના પરિવારોને આશ્રય આપ્યો:28 દિવસથી રઝળતા વિસ્થાપિતોને હોલમાં તો પૂર્યા પણ પ્રાથમિક સુવિધા વગર રાખ્યા

    12 hours ago

    સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને આજે 28મા દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. લાંબા સમયથી ખુલ્લા આકાશ નીચે ન્યાયની આશામાં બેઠેલા પરિવારોના સંઘર્ષ બાદ આખરે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ કડક ટકોરને પગલે સુરત મહાનગરપાલિકાનું કુંભકર્ણ નિદ્રામાં સૂતેલું વહીવટીતંત્ર આખરે હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી કરીને ખુલ્લામાં રઝળતા અસરગ્રસ્ત પરિવારોને કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલમાં કામચલાઉ આશ્રય માટે શિફ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ, તંત્રની આ ઉતાવળિયા નિર્ણયની કામગીરી અસરગ્રસ્તો માટે સૂડી વચ્ચે સોપારી જેવી સાબિત થઈ રહી છે, કારણ કે આ સ્થળાંતર તેમના માટે રાહત બનવાને બદલે એક નવી અને ગંભીર મુસીબત બનીને સામે આવ્યું છે. હોલમાં પાયાની જરૂરિયાતોની ભારે અછત હાઈકોર્ટના ડરથી પાલિકાએ પરિવારોને કતારગામ કોમ્યુનિટી હોલમાં લાવીને સરકારી ચોપડે પોતાની જવાબદારી પૂરી કરી લીધી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે આ હોલમાં પાયાની જરૂરિયાતોની ભારે અછત છે. ભયંકર ગરમી અને બફારા વચ્ચે હોલમાં યોગ્ય વેન્ટિલેશનની કોઈ સુવિધા નથી, જેના કારણે નાના બાળકો, મહિલાઓ અને વડીલો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે અહીં પીવાના શુદ્ધ પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. આ સાથે જ સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. પૂરતી સંખ્યામાં શૌચાલય કે સફાઈ ન હોવાને કારણે સમગ્ર કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. 'હાઈકોર્ટના આદેશ પછી સુરત મહાનગરપાલિકા જાગી' સ્થાનિક જાવેદ શાહે જણાવ્યું હતું કે, 28 દિવસ પછી જે ડિમોલિશન થયું, ભૂતિયા ડિમોલિશન નાસીર નગરમાં, તેને 28 દિવસ થઈ ચૂક્યા છે. અત્યારે હાઈકોર્ટમાં અમારો કેસ ચાલી રહ્યો છે, અને હાઈકોર્ટના આદેશ પછી સુરત મહાનગરપાલિકા જાગી છે અને અમને અહીં બરીમાતા રોડ પર કોમ્યુનિટી હોલ આપવામાં આવ્યો છે. પણ અહીં કોઈ વસ્તુની સુવિધા નથી. 'પીવાનું પાણી પણ નથી, આટલી ખરાબ હાલત છે' શાહે વધુમાં કહ્યુ કે, અહીં અમે સવારે આવ્યા હતા ત્યારે અહીં ના પંખા ચાલુ હતા, ના લાઈટ વગેરે ચાલુ હતું. અત્યારે જસ્ટ 10-15 મિનિટ પહેલાં જ બધી લાઈટ વગેરે ચાલુ કરીને માણસો ગયા છે. અને આ જ રીતે બીજી વાત એ છે કે અહીં જે ટોઇલેટ-બાથરૂમ છે, તેની અંદરના પાણી છે, ત્યાં નળ તૂટેલા છે. અહીં સુધી કે પીવાનું પાણી પણ આ લોકો રાખીને ગયા નથી. આટલી ખરાબ હાલત છે અહીંયા. તો અમારે તો બસ એ જ કહેવું છે કે અમને બધી સુવિધા આપી દે. વિપક્ષની રજૂઆત બાદ તંત્ર દોડતું થયું જોકે ત્યારબાદ કોંગ્રેસના કોર્પોરેટર અર્શદ જરીવાલાએ આ સમસ્યાને લઈને અરજી કરતાં તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કોમ્યુનિટી હોલ ખાતે પહોંચ્યા હતા અને તમામ સુવિધા થઈ રહી છે તેનુ નિરાકરણ કર્યું હતું અને લોકોને શાંતિથી રહી શકે તે માટેની સુવિધાઓ કરી આપવામાં આવી હતી. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્રની આંખ ખુલી આ ઘટનાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપ્રણાલી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે. જ્યારે ગરીબો અને મધ્યમ વર્ગના આશિયાના છીનવી લેવામાં આવે છે, ત્યારે તેમના તાત્કાલિક પુનર્વસનનું આયોજન અગાઉથી કેમ કરવામાં આવતું નથી? હાઈકોર્ટે જ્યારે કડક શબ્દોમાં નોટિસ ફટકારી, ત્યારે જ કેમ તંત્રને રાતોરાત હોલ ખોલવાની ફરજ પડી? હાલ તો કતારગામ કોમ્યુનિટી હોલ બહાર પીડિતોની આહલેક સંભળાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સોનિયાએ કહ્યું- ગાઝામાં બાળકોને ખતમ કરવાનો પ્રયાસ:ભારત એકલું જેણે મૌન સેવ્યું; દુનિયા ઇઝરાયલથી દૂર જઈ રહી છે, ભારત નજીક
    Next Article
    વડીલોપાર્જિત મિલકતમાં પુત્રને ભાગ આપવા કોર્ટનો આદેશ:'માતા આખી મિલકતની માલિક નથી, વિલ થઈ જ ન શકે’; ભાભી-ભત્રીજાએ 6 માસમાં 21.93 લાખ ચૂકવવા પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment