Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડીલોપાર્જિત મિલકતમાં પુત્રને ભાગ આપવા કોર્ટનો આદેશ:'માતા આખી મિલકતની માલિક નથી, વિલ થઈ જ ન શકે’; ભાભી-ભત્રીજાએ 6 માસમાં 21.93 લાખ ચૂકવવા પડશે

    11 hours ago

    અમદાવાદના મણિનગરમાં આવેલી કરોડોની વડીલોપાર્જિત મિલકતના વિવાદમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે એક મહત્વનો અને કાયદાકીય ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે, પિતાના અવસાન બાદ માતા જો મકાનની નોમિની બને તો તે માત્ર મિલકતની વહીવટદાર ગણાય, આખી મિલકતની માલિક બની જતી નથી. આથી માતા આખેઆખા મકાનનું વિલ (વસીયતનામું) કોઈ એક વ્યક્તિના નામે કરી શકે નહીં. કોર્ટે વાદી પુત્ર જનકકુમારનો મિલકતમાં કાયદેસરનો 1/5 ભાગ મંજૂર કર્યો છે અને સામાવાળા ભાભી તથા ભત્રીજાને આદેશ આપ્યો છે કે, તેઓ આગામી 6 મહિનાની અંદર વાદી પુત્રને મકાનની વર્તમાન કિંમત મુજબના કૂલ 21.93 લાખ રૂપિયા ચૂકવી આપે. વર્ષ 2021માં એડવોકેટ કૃણાલ ભાવસાર મારફતે દાખલ કરાયેલી આ દીવાની અરજીને કોર્ટે અંશતઃ મંજૂર રાખી આ આદેશ કર્યો છે. પિતાના અવસાન બાદ મોટાભાઈના નામે કરાયેલા વિલથી વિવાદ શરૂ થયો હતો કેસની વિગત એવી છે કે, અરજદાર જનકકુમારના પિતાનું અવસાન વર્ષ 2003માં થયું હતું, જેના કારણે મણિનગરના મકાનમાં નોમિની તરીકે તેમની માતાનું નામ ચડાવવામાં આવ્યું હતું. માતાએ પ્રથમ એક વિલ બનાવીને આ મકાન મોટા દીકરાના નામે કર્યું હતું. જોકે, વર્ષ 2019માં મોટાભાઈનું અકાળે અવસાન થતાં જ માતાએ માત્ર એક મહિનાની અંદર બીજું વિલ બનાવીને આખી મિલકત મોટા દીકરાની વહુ અને પૌત્રના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ સોસાયટીએ પણ આ વિલના આધારે મકાનમાં ભાભી અને ભત્રીજાનું નામ ઉમેરી દીધું હતું. અરજદાર જનકકુમારે આ બીજા વિલને કોર્ટમાં પડકારતા આક્ષેપ કર્યો હતો કે, મોટાભાઈના મોતના આઘાતમાં સરી પડેલી માતા પાસેથી ભાભી અને ભત્રીજાએ દબાણ લાવીને આ વિલ ખોટી રીતે બનાવડાવી લીધું હતું, જેની સામે સામા પક્ષે બે સ્વતંત્ર સાક્ષીઓની સહીઓ હોવાનો બચાવ કર્યો હતો. 9 દસ્તાવેજી પુરાવા અને 4 સાક્ષીઓની તપાસ બાદ કાયદાકીય ગણતરી સ્પષ્ટ સિટી સિવિલ કોર્ટ સમક્ષ ચાલેલી કાનૂની લડાઈ દરમિયાન કૂલ 9 પુરાવા અને 4 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. નામદાર કોર્ટે નોંધ્યું હતું કે, વાદવાળું મકાન અરજદારના પિતાની સ્વઅર્જિત માલિકીનું હતું અને પિતાએ કરેલું કોઈ વિલ કોર્ટ સમક્ષ રજૂ કરી શકાયું નથી. કાયદા મુજબ વડીલોપાર્જિત મિલકતનું સંપૂર્ણ વિલ થઈ શકે નહીં અને માતા પોતાના ભાગ પૂરતી એટલે કે માત્ર 1/5 ભાગનું જ વિલ કરવા માટે હકદાર છે. કુટુંબના સભ્યોની સંખ્યા જોતાં આ મિલકતના પાંચ સરખા ભાગ થાય છે, જેમાં એક ભાગ માતાનો, બે ભાગ અરજદાર અને તેના ભાઈના અને બાકીના બે ભાગ અરજદારની બહેનોના થાય છે. કોર્ટનો ચુકાદો, વાદી પુત્રને તેનો કાયદેસરનો હિસ્સો આપવો પડશે અદાલતે અંતિમ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે, સામાવાળા ભાભી અને ભત્રીજાના ભાગે તેમના મૃતક પતિ/પિતાનો 1/5 ભાગ અને દાદીના વિલવાળો 1/5 ભાગ મળીને કૂલ 2/5 ભાગનો હિસ્સો આવે છે. જ્યારે વાદી પુત્ર જનકકુમારનો 1/5 ભાગ સંપૂર્ણપણે કાયદેસર અને અબાધિત રહે છે. આથી, કોર્ટે સોસાયટીના સેક્રેટરી સહિતના પક્ષકારોની હાજરીમાં આદેશ કર્યો છે કે, વાદીને મકાનમાંથી હિસ્સો અલગ આપવાના બદલે, મકાનની વર્તમાન બજાર કિંમતની ગણતરી મુજબ તેના થતા કૂલ 21.93 લાખ રૂપિયા સામાવાળાઓએ 6 મહિનાની અંદર રોકડા ચૂકવી દેવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટની ફટકાર બાદ SMCએ નાસીરનગરના પરિવારોને આશ્રય આપ્યો:28 દિવસથી રઝળતા વિસ્થાપિતોને હોલમાં તો પૂર્યા પણ પ્રાથમિક સુવિધા વગર રાખ્યા
    Next Article
    જામનગરની 'સાઈટ્રસ હોટેલ'ના વેજ પાસ્તામાંથી નોનવેજ નીકળ્યું:ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં મોટી બેદરકારી; ભૂલ બદલ સંચાલકોને ₹10,000નો દંડ અને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment