Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની 'સાઈટ્રસ હોટેલ'ના વેજ પાસ્તામાંથી નોનવેજ નીકળ્યું:ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં મોટી બેદરકારી; ભૂલ બદલ સંચાલકોને ₹10,000નો દંડ અને નોટિસ

    13 hours ago

    જામનગરમાં ખંભાળિયા હાઈવે પર આવેલી પ્રખ્યાત 'સાઈટ્રસ હોટેલ' (Citrus Hotel) દ્વારા ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં ગંભીર બેદરકારી દાખવવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા એક શાકાહારી પરિવારે 26 જૂનના રોજ રાત્રે ઝોમેટો એપ્લિકેશન દ્વારા વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો, પરંતુ હોટલ દ્વારા ભૂલથી વેજની જગ્યાએ નોન-વેજ પાસ્તાનું પાર્સલ મોકલી અપાતા ગ્રાહકની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ મામલે જાગૃત ગ્રાહકની ફરિયાદના આધારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક દરોડો પાડી, હોટલ સંચાલકોની ક્ષતિ બદલ ₹10,000 નો દંડ ફટકારીને કાયદેસરની નોટિસ પાઠવતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઓનલાઈન ઓર્ડરમાં ગંભીર છબરડો અને આક્રોશ ન્યૂ જામનગર વિસ્તારના રહીશ પરેશ હરીશભાઈ ચુડાસમાના પરિવારે રાત્રિના સમયે સેફ્ટી અને ગુણવત્તાના ભરોસે મોંઘી હોટલમાંથી શુદ્ધ શાકાહારી પાસ્તા મંગાવ્યા હતા. બિલ પણ વેજ પાસ્તાનું જ ચૂકવાયું હતું, પરંતુ જ્યારે પરિવાર જમવા બેઠો ત્યારે પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળી આવ્યા હતા. ગ્રાહકે આ અંગે હોટલ મેનેજમેન્ટનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ રાત્રે તેમજ બીજા દિવસે સવારે પણ હોટલ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે પુરાવા સાથે મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો દરવાજો ખખડાવ્યો હતો. પીડિત ગ્રાહકે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, "અમે ક્યારેય માંસાહાર કર્યો નથી. આવી બેદરકારીથી અમારા ઘર પવિત્રતા અને ધાર્મિક ભાવનાઓ ઘવાઈ છે." ફૂડ સેફ્ટી ઓફિસરની રૂબરૂ તપાસ અને કાર્યવાહી ગ્રાહક પક્ષના માનસીબેન માણેક દ્વારા 27 જૂનના રોજ સવારે 11:30 વાગ્યે ટેલિફોનિક ફરિયાદ મળતા જ ફૂડ સેફ્ટી ઓફિસર એન.પી. જાસોલીયા એક્શનમાં આવ્યા હતા. તેમણે તુરંત ઓર્ડરની વિગતો અને ફોટોગ્રાફ્સ મંગાવીને ડિગજામ સર્કલ પાસે આવેલી સાઈટ્રસ હોટલ પર રૂબરૂ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન હોટલના મેનેજરે પોતાની મોટી ભૂલ સ્વીકારી હતી અને કબૂલ્યું હતું કે પાર્સલ પેકિંગ દરમિયાન માનવીય ભૂલના કારણે વેજ ગ્રાહકને નોન-વેજ ફૂડ મોઠવાઈ ગયું હતું. લોકોની આસ્થા સાથે થયેલા આ ખીલવાડ બદલ સોલિડ વેસ્ટ શાખાના સહયોગથી હોટલ પાસેથી સ્થળ પર જ ₹10,000 ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. નમૂના લેબોરેટરીમાં મોકલાયા અને કડક સૂચના મહાનગરપાલિકાની ફૂડ શાખાએ માત્ર દંડ કરીને સંતોષ નથી માન્યો, પરંતુ ફરિયાદની ગંભીરતાને જોઈને હોટલના રસોડામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના સેમ્પલ્સ પણ કબ્જે લીધા છે. આ નમૂનાઓને સઘન તપાસ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ સાથે જ તંત્ર દ્વારા હોટલમાં ફૂડ હેન્ડલિંગ, કિચનની સ્વચ્છતા તેમજ વેજ અને નોન-વેજ ખોરાક રાંધવા તથા પેક કરવા માટે તદ્દન અલગ વ્યવસ્થા રાખવા માટેની ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. હોટલને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં જો આવી ભૂલનું પુનરાવર્તન થશે તો ફૂડ લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે. આ પણ વાંચો શાકાહારી બ્રાહ્મણ પરિવારને વેજ મખ્ખનવાલાની જગ્યાએ મુર્ગ મખ્ખનવાલા પીરસાયું!:ક્લબ ઓ સેવનમાં આવેલી રેસ્ટોરન્ટને 25 હજાર ચૂકવવા ગ્રાહક ફોરમનો હુકમ 6 મહિના પહેલા પણ આવો જ છબરડો સર્જાયો હતો અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે 25 હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    વડીલોપાર્જિત મિલકતમાં પુત્રને ભાગ આપવા કોર્ટનો આદેશ:'માતા આખી મિલકતની માલિક નથી, વિલ થઈ જ ન શકે’; ભાભી-ભત્રીજાએ 6 માસમાં 21.93 લાખ ચૂકવવા પડશે
    Next Article
    Iran War Breaking LIVE | શું શરૂ થઈ ચૂક્યું છે નવું શીત યુદ્ધ? પરમાણું બોમ્બ એક્ટિવ? | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment