Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયાએ કહ્યું- ગાઝામાં બાળકોને ખતમ કરવાનો પ્રયાસ:ભારત એકલું જેણે મૌન સેવ્યું; દુનિયા ઇઝરાયલથી દૂર જઈ રહી છે, ભારત નજીક

    13 hours ago

    કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ ગાઝામાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી પર મોદી સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું, ‘સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ આયોગના જૂન 2026ના રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયલ ગાઝામાં પેલેસ્ટિનિયનોના અસ્તિત્વને ખતમ કરવાના ઇરાદાથી બાળકોને નિશાન બનાવી રહ્યું છે. આટલો ગંભીર રિપોર્ટ આવ્યા પછી પણ મોદી સરકાર મૌન છે.’ સોનિયાએ લખ્યું કે આ આયોગનું નેતૃત્વ હવે ભારતના પૂર્વ જસ્ટિસ એસ. મુરલીધર કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલા 94 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલની કાર્યવાહીનો હેતુ ગાઝામાં પેલેસ્ટિનિયનોના અસ્તિત્વને ખતમ કરવાનો છે અને આ માટે બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સોનિયા બોલ્યા- રિપોર્ટમાં બાળકો પર હુમલાના મોટા દાવા સોનિયા બોલ્યાં- ભારત એકમાત્ર જેણે મૌન સેવ્યું સોનિયા ગાંધીએ કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વમાં ઇઝરાયલ સામે વિરોધ વધી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય ગાઝામાં થયેલા વિનાશને ગંભીરતાથી જોઈ રહ્યો છે, ત્યારે ભારત સરકાર એકમાત્ર એવી છે, જેણે મૌન સેવ્યું છે. તેમણે કહ્યું કે જસ્ટિસ એસ. મુરલીધરના રિપોર્ટ પર પણ મોદી સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમણે પોતાના લેખમાં જસ્ટિસ મુરલીધરના દિલ્હી હાઈકોર્ટમાંથી ટ્રાન્સફરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું કે તેમનું ટ્રાન્સફર તે સમયે થયું હતું, જ્યારે તેમણે 2020ના દિલ્હી રમખાણો પહેલા BJP નેતાઓના કથિત ઉશ્કેરણીજનક નિવેદનો પર દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે ભારત ક્યારેય સંસ્થાનવાદ વિરુદ્ધ એક મજબૂત અવાજ હતો. દેશ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિકાસશીલ દેશો સાથે એકતાની નીતિ માટે જાણીતો હતો. પરંતુ આજે ભારત વૈશ્વિક નિયમોના ખુલ્લા ઉલ્લંઘન, ગ્લોબલ સાઉથના લોકોની પીડા અને ગાઝામાં માનવ ગરિમા પર થઈ રહેલા હુમલાઓ પ્રત્યે ઉદાસીન દેખાઈ રહ્યું છે. સોનિયા બોલ્યા- ઇઝરાયલને અમેરિકાનો સપોર્ટ સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે ઇઝરાયલના આવા નિવેદનો છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના સમર્થને ઇઝરાયલને પોતાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાની તક આપી. જોકે, દુનિયાના બાકીના દેશોનો આત્મા જાગ્યો છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલની કાર્યવાહી વિરુદ્ધ અવાજ તેજ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાના વિરોધને કારણે સંયુક્ત રાષ્ટ્ર કોઈ નક્કર કાર્યવાહી કરી શક્યું નહીં, પરંતુ તેની એજન્સીઓએ ઇઝરાયલના કથિત યુદ્ધ અપરાધોનું વિગતવાર ડોક્યુમેન્ટેશન કર્યું. તેમણે લખ્યું કે ફ્રાન્સ, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા પશ્ચિમી દેશોએ દાયકાઓની ઉદાસીનતા પછી પેલેસ્ટાઇનને માન્યતા આપી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ભારતના જૂના સહયોગી દક્ષિણ આફ્રિકાએ 1948ના નરસંહાર સંમેલનના ઉલ્લંઘનનો આરોપ લગાવતા ઇઝરાયેલ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) માં કેસ દાખલ કર્યો. ઘણા યુરોપિયન દેશોએ ઇઝરાયલને હથિયારોના વેચાણ પર રોક અથવા પ્રતિબંધો લગાવ્યા. ઘણા લેટિન અમેરિકન દેશોએ ઇઝરાયલ સાથેના તેમના રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા અથવા તોડી નાખ્યા. સોનિયાએ 5 વર્ષની બાળકી હિંદ રજબનો ઉલ્લેખ કર્યો સોનિયાએ પોતાના આર્ટિકલમાં પાંચ વર્ષની પેલેસ્ટાઈની બાળકી હિન્દ રજબનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું… હિન્દ રજબની કહાની ગાઝાની દુર્ઘટનાનું સૌથી દર્દનાક ઉદાહરણ છે. હિન્દ પોતાના પરિવાર સાથે ગાઝા સિટીમાંથી નીકળી રહી હતી, ત્યારે જ ઇઝરાયલી સૈનિકોએ તેમની કાર પર 335 ગોળીઓ વરસાવી. તેના પરિવારના 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું. હિન્દ ઘણા કલાકો સુધી કારમાં પોતાના પરિવારજનોના મૃતદેહો વચ્ચે ફસાયેલી રહી, જ્યારે પેરામેડિક્સ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાદમાં હિન્દ અને તેને બચાવવા પહોંચેલા બે પેરામેડિક્સ પણ માર્યા ગયા. 29 જાન્યુઆરી 2024ના રોજ હિન્દ રજબ અને તેના પરિવારના સભ્યો પર ઇઝરાયલી સેનાનો હુમલો થયો હતો. જેમાં હિન્દ સહિત 6 લોકો માર્યા ગયા હતા. તેમને બચાવવાનો પ્રયાસ કરનારા બે પેરામેડિક્સ પણ માર્યા ગયા હતા. સોનિયાએ લખ્યું કે ભારતના લોકોને હિન્દ રજબ અને ગાઝાના હજારો અન્ય બાળકોની કહાની જાણવાનો અધિકાર છે. ઇઝરાયલની સંવેદનશીલતાનો હવાલો આપીને આ ઘટના પર બનેલી ફિલ્મને ભારતમાં ઘણા મહિનાઓ સુધી રોકી રાખવામાં આવી હતી અને ભારે જાહેર દબાણ પછી જ તેને મંજૂરી મળી હતી. સોનિયાએ લખ્યું- દુનિયા ઇઝરાયલથી દૂર જઈ રહી છે, પરંતુ ભારત નજીક સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારની ચૂપકીદી માત્ર નૈતિક રીતે ખોટી નથી, પરંતુ રાષ્ટ્રીય હિતોની દ્રષ્ટિએ પણ સમજની બહાર છે. ભારત એવા સમયે ઇઝરાયલની વધુ નજીક જઈ રહ્યું છે, જ્યારે દુનિયાનો મોટો ભાગ તેનાથી દૂર જઈ રહ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ મુલાકાત એવા સમયે થઈ, જ્યારે થોડા જ દિવસો પછી ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો અને ત્યાંના ટોચના રાજકીય નેતૃત્વની હત્યા થઈ. ઇતિહાસ આ નિર્ણયને એક આશ્ચર્યજનક વ્યૂહાત્મક પગલા તરીકે યાદ કરશે. સોનિયા બોલ્યા- પાકિસ્તાને સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો સોનિયા ગાંધીએ લખ્યું કે ભારતના મૌનનો ફાયદો પાકિસ્તાને ઉઠાવ્યો છે. તેણે પોતાને મધ્યસ્થી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે ભારત તેના જૂના સંબંધોને કારણે સ્વાભાવિક રીતે આ ભૂમિકા ભજવી શકતું હતું. તેમણે કહ્યું કે ભારતે પોતાના વ્યૂહાત્મક હિતો અને નૈતિક મૂલ્યો બંને સાથે સમાધાન કર્યું, પરંતુ બદલામાં તેને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મિત્રતા મળી. તેમણે લખ્યું કે નેતન્યાહુ આજે અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ટીકાનો સામનો કરી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રની ભાવના એ માંગ કરે છે કે ભારત પેલેસ્ટાઈની ભાઈઓ-બહેનો, ખાસ કરીને બાળકોના સમર્થનમાં અવાજ ઉઠાવે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય હિત પણ એ જ કહે છે કે ભારત ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહી અને લાખો પેલેસ્ટાઈની પરિવારો પર અત્યાચાર સામે સ્પષ્ટ વલણ અપનાવે.
    Click here to Read More
    Previous Article
    Living with the Motorola Razr Fold for a month: Here’s what I learnt
    Next Article
    હાઈકોર્ટની ફટકાર બાદ SMCએ નાસીરનગરના પરિવારોને આશ્રય આપ્યો:28 દિવસથી રઝળતા વિસ્થાપિતોને હોલમાં તો પૂર્યા પણ પ્રાથમિક સુવિધા વગર રાખ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment