Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગરના અસરગ્રસ્તોને આવાસ ન આપવાની SMCની દરખાસ્ત સામે ભારે રોષ:ડિમોલિશન કાંડમાં 2007નો ઠરાવ દબાવી પાલિકાએ ખેલ પાડ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

    6 hours ago

    સુરત મહાનગરપાલિકામાં વિવાદનું કેન્દ્ર બનેલા નાસીરનગર ડિમોલિશન મામલે વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપવાની કોઈ પોલિસી ન હોવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકીને મંજૂર કરી દેવામાં આવી છે. પાલિકાના આ નિર્ણય સામે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ આકરો વાંધો ઉઠાવ્યો છે. તેમણે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "સુરત મહાનગરપાલિકા તંત્રના હાલના શાસકોના વહીવટકર્તાઓ વહીવટ કરવામાં સાવ નબળા પુરવાર થઈ રહ્યા છે અને એમને ભૂતકાળના કોઈ અનુભવો નથી." શાસકોએ કરેલો આ ઠરાવ બિનઅનુભવી રીતે અને જૂના રેકોર્ડ તપાસ્યા વગર કરાયો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ભૂતકાળના ઠરાવો અને સરકારી નિયમોની અવગણના અસલમ સાયકલવાલાએ ઐતિહાસિક સંદર્ભ આપતાં જણાવ્યું કે, વર્ષ 1975થી 1995 સુધી જૂના રિંગરોડના વિકાસમાં નડતરરૂપ સ્લમ વસાહતોને પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2007 પછી સ્લમ સમિતિના ઠરાવ નંબર 1838/2007 મુજબ EWS આવાસ ફાળવવાની જોગવાઈ અમલી બની હતી. જે મ્યુનિસિપલ કમિશનરે હાલ નવી દરખાસ્ત મૂકી છે તેમાં પણ આ ઠરાવ નંબર 1838 નો ઉલ્લેખ હોવા છતાં, મનપા તંત્ર "અમારી કોઈ પોલિસી નથી" કહીને પોતાનો બચાવ કરી રહ્યું છે. અગાઉ હાઇકોર્ટ સમક્ષ મનપાએ સુમન મંત્રમાં મકાનો આપવાની વાત સ્વીકારી હોવા છતાં છેલ્લી ઘડીએ પોતાનું વલણ બદલી નાખ્યું છે. પાલિકા દ્વારા જૂની લાઇનદોરીનો હવાલો આપી હાથ ઊંચા કરાયા બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ મૂકાયેલી દરખાસ્તમાં એવી તકનીકી રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 1980ના સ્થાયી સમિતિના ઠરાવ મુજબ આ સ્થળે 40 ફૂટની લાઇનદોરી મૂકવામાં આવી હતી. આ લાઇનદોરીની જમીન મૂળ માલિક દ્વારા સુરત મનપાને સોંપવામાં આવી હતી અને બાદમાં ત્યાં જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામો થયા હતા. ટીપી રોડ કે જાહેર રસ્તા પર થયેલા દબાણો દૂર કરવાના કિસ્સામાં કોઈ વૈકલ્પિક આવાસ ફાળવવાની પોલિસી ન હોવાનું જણાવીને સ્થાયી સમિતિ ચેરમેન અને શાસકોએ આ દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે. "ડિમોલિશન રોડ માટે નહીં પણ બિલ્ડરના લાભાર્થે કરાયું" આ નિર્ણય સામે લડત આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરતાં અસલમ સાયકલવાલાએ આક્ષેપ કર્યો હતો કે, "નામદાર હાઇકોર્ટ સમગ્ર બાબતથી અજાણ નથી. કોર્ટ ખૂબ સારી રીતે સમજે છે કે નાસીર નગર વસાહતનું ડિમોલિશન રોડ વિકાસ માટે નહીં, પણ બિલ્ડરના અંગત લાભાર્થે કરવામાં આવ્યું છે." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ સમક્ષ સાચી હકીકત સામે આવશે ત્યારે કસૂરવાર અધિકારીઓ સામે પણ ચોક્કસપણે પગલાં લેવાશે. સાથે જ તેમણે અદાલત પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું કે હાઇકોર્ટના નિર્દેશ હેઠળ મનપાને અસરગ્રસ્ત પરિવારોને ફ્લેટ ફાળવવાની ફરજ પડશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક પિકઅપ પલટતાં 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત:વાગડિયાથી પનાર જતો હતો પરિવાર; ગંભીર રીતે ઘવાયેલા 3 લોકો અમદાવાદ ખસેડાયા
    Next Article
    વરાછા રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ:ઝાડમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું, જપ્ત કરાયેલા મુદ્દામાલની 26 ગાડીઓ બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment