Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેર સુવિધામાં વધારો:શહેરમાં 26 સ્થળોએ અત્યાધુનિક ટોયલેટ બનશે

    17 hours ago

    શહેરમાં જાહેર સુવિધાઓમાં વધારો કરવા માટે 26 સ્થળોએ અત્યાધુનિક ટોયલેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ટોયલેટના નિર્માણ માટેનો કુલ રૂ.9.13 કરોડના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. શહેરમાં કુલ 26 સ્થળોએ 452 સીટ ધરાવતા અત્યાધુનિક ટોયલેટ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 26 ટોયલેટ બનાવવામાં આવશે. જેમાં પૂર્વ વિસ્તારમાં 12 ટોયલેટ માટે રૂ.4.30 કરોડ, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 14 ટોયલેટ માટે રૂ.4.87 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેના ખર્ચમાં કેન્દ્ર સરકારનો 26 ટકા, રાજ્ય સરકારનો 16 ટકા અને વડોદરા મહાનગરપાલિકાનો 59 ટકા હિસ્સો રહેશે. ટોયલેટના નિર્માણ બાદ તેની જાળવણી અને કામગીરીની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે, અત્યાધુનિક ટોયલેટ તૈયાર થયા બાદ 5 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવશે. આ એજન્સી દ્વારા નવા ટોયલેટની સ્વચ્છતા, મેન્ટેનન્સ વગેરે કામગીરી કરાશે. એસ્પિરેશનલ ટોયલેટ એટલે જાહેર શૌચાલય કરતાં વધુ સ્વચ્છ આધુનિક, સુવિધાસભર અને વપરાશકર્તા માટે સન્માનજનક અનુભવ આપતું શૌચાલય - સ્વચ્છ અને દુર્ગંધમુક્ત વાતાવરણ
    Click here to Read More
    Previous Article
    પાણીપુરીના ચૂરાના પૈસા માગતાં લારીધારક પર હુમલો:ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    'Hope You Visit Shamsher's Grave': Celina Jaitly Wishes Son Arthur Happy 9th Birthday Amid Divorce Battle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment