Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 તોલા સોનાના દાગીના પહેરીને મણિયારો રાસ રમાયો:પરંપરાગત વેશભૂષામાં 3 હજારથી વધુ મહેર સમાજના ભાઈ-બહેનો અને બાળાઓએ બોલાવી રાસની અદ્ભુત રમઝટ

    17 hours ago

    આજના આધુનિક યુગમાં અને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવ હેઠળ જ્યારે યુવા પેઢી ગુજરાતની પ્રાચીન પરંપરાઓ અને ગરબાની મૂળ શૈલી વિસરી રહી છે, ત્યારે સુદામાપુરી પોરબંદરમાં મહેર સમાજે પોતાની ભાતીગળ સંસ્કૃતિ અને પ્રાચીન મણિયારા રાસની પરંપરાને અક્ષુણ્ણ રાખી છે. નવરાત્રિના પાવન પર્વે પોરબંદરમાં મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત રાસ-ગરબામાં મહેર જ્ઞાતિના હજારો ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષા અને 25 તોલા સોનાના દાગીનાથી સજ્જ થઈને રાસની રમઝટ બોલાવતા નજરે પડે છે. રાસની રમઝટની અદભૂત તસવીરો બુંગીયા ઢોલ અને વિજયોત્સવનો ઐતિહાસિક વારસો મહેર સમાજ મૂળ ક્ષત્રિય જ્ઞાતિ છે. પ્રાચીન સમયમાં વતન માટે લડાયેલા યુદ્ધોમાં વિજય પ્રાપ્ત થયા બાદ ‘બુંગીયો ઢોલ’ વગાડીને જે વિજયોત્સવ મનાવવામાં આવતો, તેમાંથી આ મણિયારા રાસની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. આજે પણ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રિ જેવા તહેવારો પર મહેર સમાજ આ રાસ રમે છે. નવરાત્રિના પાંચમાં નોરતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં 10 થી 12 હજાર ભાઈઓ-બહેનો એક જ ગ્રાઉન્ડમાં એકસાથે પરંપરાગત સ્ટેપ્સ સાથે રાસ રમી પોતાની સંસ્કૃતિની ભવ્ય ઝલક રજૂ કરે છે. 20 થી 25 તોલા સોનાના દાગીના અને પરંપરાગત પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર આજના સમયમાં જ્યાં સોનાના આસમાને પહોંચેલા ભાવ સાંભળીને લોકો ઘરેણાં ખરીદવાનું કે પહેરીને બહાર નીકળવાનું ટાળે છે, ત્યાં મહેર સમાજની મહિલાઓ કોઈપણ પ્રકારના ભય વગર પૂરા જોશ અને ઉત્સાહ સાથે 20 થી 25 તોલા સોનાના દાગીના પહેરીને રાસ રમે છે. મહિલાઓનો આ શૃંગાર અને લાખો રૂપિયાનું સોનું ગરબા ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોરબંદરનો આ મણિયારો રાસ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશ અને રાષ્ટ્રીય કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. મહેર સમાજનો વિશિષ્ટ ભાતીગળ પોશાક વેસ્ટર્ન મ્યુઝિક અને ડીજેના ઘોંઘાટ વચ્ચે પોરબંદરના આંગણે મહેર સમાજના ભાઈઓ-બહેનો દ્વારા રમાતો આ રાસ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ગમે તેટલો આધુનિક યુગ આવે, પણ ગુજરાતની ભાતીગળ પરંપરાઓ આજે પણ મહેર સમાજના દિલમાં જીવંત છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:મુકેશ પટેલ અને જયંતિ એકલારા મુખ્ય ચહેરા, કાગવડ બાદ હવે સુરતમાં બનશે
    Next Article
    અંબાજીની રાજનગરી સોસાયટીમાં નવરાત્રીમાં ફૂલો-ધાતુના ગરબાથી માનતા પૂરી:મહાકાળી માતાજી સમક્ષ શ્રદ્ધાળુઓ રાખે છે વિશેષ માનતાઓ, પાંચમા નોરતે શોભાયાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment