Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીની રાજનગરી સોસાયટીમાં નવરાત્રીમાં ફૂલો-ધાતુના ગરબાથી માનતા પૂરી:મહાકાળી માતાજી સમક્ષ શ્રદ્ધાળુઓ રાખે છે વિશેષ માનતાઓ, પાંચમા નોરતે શોભાયાત્રા

    14 hours ago

    અંબાજીના નળિયું વિસ્તારમાં આવેલી રાજનગરી સોસાયટીમાં નવરાત્રી પર્વ દરમિયાન વિશેષ આસ્થા જોવા મળે છે. અહીં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજી સમક્ષ ફૂલોના તેમજ તાંબા-પિત્તળના ગરબા પધરાવીને માનતાઓ રાખે છે.સોસાયટીના રહીશો અને આસપાસના ભક્તો પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે આ માનતાઓ રાખે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ભક્તો નવરાત્રીના પહેલા દિવસથી જ વ્રત અને ઉપાસના શરૂ કરે છે. નવરાત્રીના પાંચમા નોરતે આ માનતાઓ પૂરી કરવાનો મુખ્ય અવસર હોય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ સુશોભિત ફૂલોના અને ધાતુના ગરબાઓ સાથે શોભાયાત્રા કાઢી મા અંબાના મૂળ પરિસરમાં પહોંચે છે.મંદિર પરિસરમાં ગરબાની સ્થાપના કર્યા બાદ રાત્રિ દરમિયાન પારંપરિક તાલ અને ઢોલના ધબકારે ગરબાની રમઝટ શરૂ થાય છે. આ ગરબા વહેલી સવાર સુધી ચાલુ રહે છે. રાતભર ગરબે ઘૂમીને ભક્તો પોતાની માનતા પૂરી કરે છે. આ આયોજન સોસાયટીની એકતા અને પરંપરાગત લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ પૂરું પાડે છે, જ્યાં સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઊઠે છે.
    Click here to Read More
    Previous Article
    25 તોલા સોનાના દાગીના પહેરીને મણિયારો રાસ રમાયો:પરંપરાગત વેશભૂષામાં 3 હજારથી વધુ મહેર સમાજના ભાઈ-બહેનો અને બાળાઓએ બોલાવી રાસની અદ્ભુત રમઝટ
    Next Article
    પાર્થ નગર સોસાયટીમાં પાંચમા નોરતે વેશભૂષા ગરબા મહોત્સવ:અંબાજી વિસ્તારમાં નાના બાળકોથી વડીલોએ વિવિધ પાત્રોના પોશાક પહેરી ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment