Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:મુકેશ પટેલ અને જયંતિ એકલારા મુખ્ય ચહેરા, કાગવડ બાદ હવે સુરતમાં બનશે

    16 hours ago

    સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ બાદ સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ સુરતમાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. નવા નિર્માણ પામનારા આ ધાર્મિક સંકુલને અન્નપૂર્ણા ખોડલધામ નામ આપવામાં આવ્યું છે. આ જાહેરાત થતાં જ સુરત સહિત ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ ખભેખભા મિલાવીને જોડાયા છે. શેરી ઓટલો નવરાત્રી મહોત્સવના મંચ પરથી સત્તાવાર જાહેરાત મોટા વરાછા ખાતે આયોજિત ભવ્ય શેરી ઓટલો નવરાત્રી મહોત્સવ દરમિયાન હજારો ખેલૈયાઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. ગરબાના રંગેચંગે ચાલી રહેલા આયોજન વચ્ચે મંચ પરથી અન્નપૂર્ણા ખોડલધામની સત્તાવાર ઘોષણા કરવામાં આવતા જ સમગ્ર ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના લોકો સમક્ષ ભાવિ અન્નપૂર્ણા ખોડલધામની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. મુકેશ પટેલ બન્યા સ્વપ્નદ્રષ્ટા, જયંતિ એકલારાનો પણ મોટો સહયોગ અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણ પાછળના મુખ્ય બે ચહેરાઓ હવે સત્તાવાર રીતે સમાજ સમક્ષ ખુલીને સામે આવ્યાં છે. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ ખભેખભા મિલાવીને જોડાયા છે. આ બંને અગ્રણીઓએ જાહેરમાં આવીને મંદિર નિર્માણના સંકલ્પને વેગ આપવાની ખાતરી આપી છે. કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના નિવેદન વચ્ચે સુરતમાં નવો વળાંક ઉલ્લેખનીય છે કે, સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને અગાઉ પણ ભારે ચર્ચાઓ છેડાઈ હતી. તે સમયે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે સુરતમાં ખોડલધામ બનાવવાની વાત કરી હતી. જોકે, લાંબા સમય બાદ હવે પાટીદાર અગ્રણીઓ મુકેશ પટેલ અને જયંતિ એકલારાએ અન્નપૂર્ણા ખોડલધામના નામે પ્રોજેક્ટની સત્તાવાર ઘોષણા કરીને સુરતના ધાર્મિક ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડી દીધો છે. આવનારા દિવસોમાં આ સંકુલ માટે જમીન અને ભૂમિપૂજન સહિતની વધુ રૂપરેખા જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત:હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ પાસે અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો, ગરબા રમવા જતા ખેલૈયાઓ અટવાયા
    Next Article
    25 તોલા સોનાના દાગીના પહેરીને મણિયારો રાસ રમાયો:પરંપરાગત વેશભૂષામાં 3 હજારથી વધુ મહેર સમાજના ભાઈ-બહેનો અને બાળાઓએ બોલાવી રાસની અદ્ભુત રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment