Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત:હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ પાસે અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો, ગરબા રમવા જતા ખેલૈયાઓ અટવાયા

    17 hours ago

    પાટણ-ઊંઝા હાઈવે પર ગતરાત્રે હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ નજીક કાર અને ભારે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારના આગળના ભાગને, ખાસ કરીને ટાયર પાસેના હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના અવાજને પગલે આસપાસના સ્થાનિક લોકો તેમજ ગરબા મહોત્સવમાં આવેલા દર્શકો અને ખેલૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નવરાત્રિના માહોલ વચ્ચે હાઈવે પર ટ્રાફિક જામ નવરાત્રિ મહોત્સવને કારણે પાટણ-ઊંઝા હાઈવે પર વાહનોની અવરજવર પહેલેથી જ વધુ હતી. તેમાં અકસ્માત સર્જાતાં હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. ગરબા રમવા માટે જઈ રહેલા ખેલૈયાઓ તેમજ અન્ય વાહનચાલકોને પણ ટ્રાફિકમાં અટવાવાનો વારો આવ્યો હતો. અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનો સાઈડમાં ખસેડી નુકસાન અંગે ચર્ચા કરી અકસ્મા‌ત બાદ બંને વાહનોના ચાલકોએ ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને સમજદારી દાખવી હતી. વધુ અવરજવરમાં અડચણ ન સર્જાય તે માટે બંને વાહનોને રસ્તાની બાજુમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ કાર અને ટ્રકના ચાલકોએ વાહનોને થયેલા નુકસાન તથા વળતર અંગે સ્થળ પર જ શાંતિપૂર્ણ રીતે વાતચીત હાથ ધરી હતી. મોટી જાનહાનિ ટળી, કારને ભારે નુકસાન વાહનોને રસ્તાની બાજુમાં ખસેડવામાં આવતાં હાઈવે પરનો ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, ટક્કરને કારણે કારના આગળના ટાયર પાસેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. નવરાત્રિના ઉત્સવ વચ્ચે સર્જાયેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહનચાલકો અને ગરબા ખેલૈયાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ₹5.57 લાખના સોનાના દાગીના સાથે દંપતી ઝડપાયું:જે મકાનમાં કામ કરતી હતી ત્યાં જ ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા
    Next Article
    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:મુકેશ પટેલ અને જયંતિ એકલારા મુખ્ય ચહેરા, કાગવડ બાદ હવે સુરતમાં બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment