Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹5.57 લાખના સોનાના દાગીના સાથે દંપતી ઝડપાયું:જે મકાનમાં કામ કરતી હતી ત્યાં જ ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

    18 hours ago

    ભાવનગર શહેરના મામા કોઠા રોડ પર આવેલા એક મકાનમાંથી રૂ.5.57 લાખના સોનાના દાગીનાની ચોરી થવાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોરાઉ દાગીના વેચવા જઈ રહેલી ભૂતપૂર્વ કામવાળી મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા હતા. પોલીસે દંપતી પાસેથી સોનાના દાગીના કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે બંનેને ગંગાજળીયા પોલીસને સોંપ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દંપતીને ઘેર્યું ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મામા કોઠા રોડ સ્થિત રિક્ષા સ્ટેન્ડ પાછળ એક પતિ-પત્ની ચોરીના સોનાના દાગીના સાથે ઉભા છે. જે આધારે દરોડો પાડી રમજાન રહિમભાઈ મકવાણા અને પત્ની રોશનબેન મકવાણાની અટકાયત કરી તલાશી લેવાતાં તેમની પાસેથી બંગડી, વીંટી અને પેન્ડન્ટ સહિત રૂ.5,57,824નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દાગીના અંગે કોઈ આધાર કે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. અઢી મહિના પહેલાં કબાટમાંથી કરી હતી ચોરી પોલીસની કડક પૂછપરછમાં રોશનબેને કબૂલાત કરી હતી કે, પોતે અઢી મહિના પહેલાં ખદીજાબેન કપાશીને ત્યાં કામ કરતી હતી ત્યારે કબાટના ખાનામાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરાઉ દાગીના બજારમાં વેચવા માટે જતાં હતાં ત્યારે જ બંને પકડાઈ ગયા હતા. ગંગાજળીયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસે દંપતી વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ITRA જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ નવરાત્રી મહોત્સવ ઉજવ્યો:22થી વધુ દેશોના વિદ્યાર્થીઓ ગુજરાતી પરંપરાગત ગરબાના તાલે ઝૂમ્યા
    Next Article
    પાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત:હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ પાસે અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો, ગરબા રમવા જતા ખેલૈયાઓ અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment