Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામ પંથકમાં SMCની કાર્યવાહી:મેશ્વો નદીના બ્રિજ નજીક હાઇવોલ્ટેજ ઓપરેશન હાથ ધરી ફોર્ચુનરમાંથી 16 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો, ચાલક ફરાર

    12 hours ago

    પાટનગર ગાંધીનગરના દહેગામ પંથકમાં દારૂબંધીની કડક અમલવારીના દાવા વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મીઠાના મુવાડા પાસે મેશ્વો નદીના બ્રીજ નજીક પૂર્વ બાતમીના આધારે હાઇવોલ્ટેજ ઓપરેશન પાર પાડી એક લક્ઝુરિયસ કારમાંથી 16 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. જોકે છાશવારે ગાંધીનગરમાં ત્રાટકતી એસએમસીની ટીમને અંધારાનો લાભ લઈ હાથતાળી આપી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે તેનપુર ચોકડી તરફથી એક ટોયોટા ફોર્ચુનર ગાડી (નં.GJ01WS5516) માં વગર પાસ-પરમિટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને દહેગામ તરફ જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે મીઠાના મુવાડા પાસે મેશ્વો નદીના બ્રીજ પાસે વોચ ગોઠવી હતી. ચાલકે ગાડી રિવર્સમાં હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન બાતમી મુજબની ગાડી તેનપુર તરફથી આવતી જોઈને પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ચાલકે ગાડી રિવર્સમાં હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસ જોડે પહોંચે એ પહેલા જ ગાડી રોડની સાઈડમાં મૂકીને અંધારામાં નાસી ગયો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ અને બીયરની જુદી જુદી બ્રાન્ડની કુલ 111 પેટીઓ મળી આવી હતી. આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યુ કે,તપાસ દરમિયાન વધુમાં બહાર આવ્યું છે કે ફોર્ચુનર ગાડી પર જે નંબર પ્લેટ (GJ01WS5516) લગાવવામાં આવી હતી તે એક મારૂતિ ગ્રાન્ડ વિટારા ગાડીની છે. તેમજ ગાડીમાંથી અન્ય એક નંબર પ્લેટ (GJ01HV929) પણ મળી આવી છે. હાલ તો દારૂનો જથ્થો, ફોર્ચુનર ગાડી , ખોટી નંબર પ્લેટો અને કાળા રંગના કપડાં સહિત કુલ રૂપિયા 36.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    કાર ચાલક મહિલાએ અઢી વર્ષના માસૂમને કચડી નાખ્યો:વેસુમાં ઝૂંપડપટ્ટીમાં શનિવાર નિમિત્તે તેલની બોટલનું દાન કરી પરત ફરતા ગાડી ચડાવી દીધી, બાળકના મોતથી પરિવારમાં શોક
    Next Article
    'આ મને ગાવા નથી દેતા':શિલ્પા રાવનું પરફોર્મન્સ અધવચ્ચે રોક્યું, આયોજકોએ માઇક અને સ્ટેજની લાઇટ બંધ કરી દીધી; સિંગરે કહ્યું- 'આ ખૂબ દુઃખદ છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment