Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર ચાલક મહિલાએ અઢી વર્ષના માસૂમને કચડી નાખ્યો:વેસુમાં ઝૂંપડપટ્ટીમાં શનિવાર નિમિત્તે તેલની બોટલનું દાન કરી પરત ફરતા ગાડી ચડાવી દીધી, બાળકના મોતથી પરિવારમાં શોક

    11 hours ago

    સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શનિવારની સાંજે ઝૂંપડપટ્ટીમાં તેલનું દાન કરવા પહોંચેલી એક મહિલા કાર ચાલકે પરત ફરતી વખતે ગફલતભરી રીતે વાહન હંકારી ઝૂંપડા બહાર રમી રહેલા અઢી વર્ષના નિર્દોષ બાળકને અડફેટે લીધો હતો. કારનું વ્હીલ માસૂમ પર ફરી વળતાં ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ મામલે વેસુ પોલીસે મહિલા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેલ દાન કરીને પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધોળા ખાખરા ગામના વતની અને હાલ વેસુ રઘુવીર સેલ સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૨૨ વર્ષીય અપીલભાઈ તાનસિંગ ડામોર પાલ આરટીઓ પાસે જય અંબે કાર્ટિંગમાં ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે તેઓ ઘરે હાજર હતા. તે દરમિયાન એક સ્કોડા સ્લેવિયા કાર (GJ-05-RT-6618) લઈને મિતાલીબેન નામની મહિલા ઝૂંપડપટ્ટીમાં શનિવાર નિમિત્તે તેલની બોટલનું દાન કરવા માટે આવી હતી. દાન કર્યા બાદ મહિલા જ્યારે પોતાની કાર લઈને નીકળી રહી હતી, ત્યારે બહાર રોડ પાસે રમી રહેલા અપીલભાઈના મોટા દીકરા આર્યન (ઉં.વ. આશરે અઢી વર્ષ)ને ટક્કર મારી દીધી હતી. કાર નીચે કચડાયેલા બાળકનું કાન-નાકમાંથી લોહી વહેવા લાગ્યું પ્રત્યક્ષદર્શી પિતાના જણાવ્યા મુજબ, મહિલાએ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી બાળકને નીચે પાડી દઈ તેના પર કાર ચડાવી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માસૂમના મોઢા, નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માત સર્જી મહિલા કાર લઈને નાસી જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પિતા અપીલભાઈએ તાત્કાલિક પીછો કરીને કારને અટકાવી હતી. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ મૃત જાહેર કર્યો ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા માસૂમ આર્યનને એ જ કારમાં તાત્કાલિક નજીકની મૈત્રી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ 112 પોલીસ કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા, પોલીસની હાજરીમાં બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં પણ તબીબોએ તેને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક આર્યન ઉપરાંત પરિવારમાં માત્ર 12 દિવસનો બીજો નાનો દીકરો છે. વહાલસોયા મોટા દીકરાના અકાળે મોતથી શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. વેસુ પોલીસે ગુનો નોંધ્યો, મહિલા ચાલકની શોધખોળ બાળકના પિતા અપીલ ડામોરની ફરિયાદના આધારે વેસુ પોલીસ સ્ટેશનમાં સ્કોડા કાર ચાલક મિતાલીબેન વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમો તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પીએસઆઈ અશોકકુમાર કે. ચૌધરીએ તપાસનો દોર સંભાળી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી BAPS મંદિરમાં મહંત સ્વામી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી:શરદપૂર્ણિમાના પવિત્ર દિવસે વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન થઈ
    Next Article
    દહેગામ પંથકમાં SMCની કાર્યવાહી:મેશ્વો નદીના બ્રિજ નજીક હાઇવોલ્ટેજ ઓપરેશન હાથ ધરી ફોર્ચુનરમાંથી 16 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment