Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ મને ગાવા નથી દેતા':શિલ્પા રાવનું પરફોર્મન્સ અધવચ્ચે રોક્યું, આયોજકોએ માઇક અને સ્ટેજની લાઇટ બંધ કરી દીધી; સિંગરે કહ્યું- 'આ ખૂબ દુઃખદ છે'

    11 hours ago

    બોલિવૂડ મ્યુઝિક પ્રોજેક્ટની 10મી આવૃત્તિમાં શનિવારે મુંબઈના જિયો વર્લ્ડ ગાર્ડન્સમાં નેશનલ અવોર્ડ વિજેતા સિંગર શિલ્પા રાવનું પરફોર્મન્સ અચાનક રોકી દેવામાં આવ્યું. શિલ્પાનું માઇક બે વખત બંધ કરવામાં આવ્યું. તે લગભગ રાત્રે 8:30 વાગ્યે સ્ટેજ પર પહોંચી હતી, જ્યારે તેનો શો સાંજે 7:45થી 8:15 વાગ્યા સુધી યોજાવાનો હતો. પરફોર્મન્સ દરમિયાન મુખ્ય સ્ટેજની લાઇટ બંધ કરી દેવામાં આવી અને તે જ સમયે બીજા સ્ટેજ પર સિંગર કુટલે ખાનનો શો શરૂ થઈ ગયો. શિલ્પાએ કહ્યું, 'તેઓ ગાવા નથી દેતા.' બાદમાં શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, આવી ઘટના દુઃખદ હોય છે. આ ઘટનાને લઈને આયોજકોએ માફી માંગી. બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર, બોલિવૂડ મ્યુઝિક પ્રોજેક્ટમાં બે સ્ટેજ હતા. એક મોટો મુખ્ય સ્ટેજ હતો અને બીજો નાનો સ્ટેજ તેની ડાબી બાજુએ હતો. સૌપ્રથમ મુખ્ય સ્ટેજ પર કોઈ સિંગર અથવા ગ્રુપ પરફોર્મ કરતું હતું. ત્યારબાદ બીજા સ્ટેજ પર કલાકારો પોતાની પ્રેઝન્ટેશન આપતા હતા. તેમની પરફોર્મન્સ પૂરી થયા પછી આગામી કલાકારો મુખ્ય સ્ટેજ પર આવી જતા હતા. કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં મોડો ચાલી રહ્યો હતો. શિલ્પા રાવની પરફોર્મન્સ સાંજે 7:45થી 8:15 વાગ્યા સુધી થવાની હતી. તે લગભગ 8:30 વાગ્યે સ્ટેજ પર પહોંચી. તેણે ફિલ્મ ‘અનવર’ (2007)નું ગીત ‘તોસે નૈના લાગે’ ગાઈને શોની શરૂઆત કરી. શરૂઆતમાં પરફોર્મન્સ શાનદાર રહી. ગીત પૂરું થાય તે પહેલાં જ શિલ્પાનું માઇક અચાનક બંધ થઈ ગયું. તેણે બેકસ્ટેજ ટીમને ઈશારો કર્યો. ત્યારબાદ એક ક્રૂ મેમ્બર તરત જ તેના માટે બીજું માઇક લઈને પહોંચી ગયો. શિલ્પાએ દર્શકોને કહ્યું, 'મને માઇકની જરૂર નથી. તમે લોકો જ મારો અવાજ છો.' આ વાત પર દર્શકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો. તેણે જણાવ્યું કે તેનાં માતા પણ કાર્યક્રમમાં હાજર છે અને તેમનો જન્મદિવસ છે. ત્યારબાદ દર્શકોએ ‘હેપ્પી બર્થડે ટુ યુ’ ગીત ગાયું. આ પછી શિલ્પાએ ‘તેરે હવાલે’ ગાયું. તેણે ‘કલંક’ (2019)નું ટાઇટલ ટ્રેક, ‘ખુદા જાને’ અને ‘વો અજનબી’ પણ પરફોર્મ કર્યું. ‘ખુદા જાને’ ફિલ્મ ‘બચના એ હસીનો’ (2008)નું ગીત છે. ‘વો અજનબી’ ફિલ્મ ‘ધ ટ્રેન’ (2007)નું ગીત છે. ‘સૈયારા’ (2025)ના ગીત ‘બરબાદ’ માટે ધ રિશ પણ શિલ્પા સાથે સ્ટેજ પર પહોંચ્યો. ત્યારબાદ શિલ્પાએ ફિલ્મ ‘દેવરા’ (2024)નું ગીત ‘ચુટ્ટમલ્લે’ ગાયું. કૂટલે ખાનનો શો શરૂ થતાં જ મેઇન સ્ટેજ બંધ ‘ચુટ્ટમલ્લે’ પૂરું કર્યા બાદ શિલ્પા આગળના ગીતની તૈયારી કરી રહી હતી. ત્યારે જ મેઇન સ્ટેજની લાઇટ બંધ થઈ ગઈ. એ જ સમયે શિલ્પાનું માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું. બરાબર તે જ ક્ષણે બીજા સ્ટેજની લાઇટ ચાલુ થઈ ગઈ અને કૂટલે ખાને પરફોર્મ કરવાનું શરૂ કરી દીધું. દર્શકોને થોડી સેકન્ડ બાદ સમજાયું કે શું થયું હતું. શિલ્પાનું પરફોર્મન્સ અચાનક સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. મેઇન સ્ટેજ અંધારામાં હતો. તેમ છતાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આ ઘટનાથી શિલ્પા આશ્ચર્યચકિત, નારાજ અને પરેશાન હતી. દર્શકોએ જોરજોરથી “શિલ્પા-શિલ્પા”ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. તેઓ માગ કરી રહ્યા હતા કે શિલ્પાને પરફોર્મન્સ પૂરું કરવા દેવામાં આવે. હંગામા વચ્ચે શિલ્પાનું માઇક ફરી ચાલુ કરવામાં આવ્યું. તે આગળ આવી અને તેના પર સ્પોટલાઇટ પાડવામાં આવી. આ દરમિયાન કુટલે ખાન બાજુના સ્ટેજ પર ગાતા રહ્યા. શિલ્પાએ કુટલે ખાનને કહ્યું, 'કુટલે જી, હું એક લાઇન બોલીને જતી રહીશ, ઠીક છે? તમે ખૂબ સારું ગાઈ રહ્યા છો. તમે એકદમ સરસ ગાઈ રહ્યા છો.' ‘હું બાય કહ્યા વિના જઈ શકતી નથી’ દર્શકો સતત નારા લગાવી રહ્યા હતા ત્યારે શિલ્પાએ કહ્યું, 'હું માત્ર બાય કહેવા માગતી હતી. હું બાય કહ્યા વિના જઈ શકતી નથી. તેઓ મને ગાવા નથી દેતા.' તેની વાત સાંભળીને દર્શકોએ જોરદાર હૂટિંગ કર્યું. શિલ્પાએ આગળ કહ્યું, 'પરંતુ હું એક વાત કહીશ. તમે લોકોએ મારા પરફોર્મન્સના 15-20 મિનિટ શાનદાર બનાવી દીધા.' તેણે કહ્યું, 'લાંબા સમય બાદ મેં મુંબઈમાં પરફોર્મ કર્યું છે.' જોકે, તે પોતાની વાત પૂરી કરી શકી હોત, તે પહેલાં જ તેનું માઇક ફરી બંધ કરી દેવામાં આવ્યું. તે સમયે બીજા સ્ટેજ પર કુટલે ખાનનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. શિલ્પા અસહાય નજરે પડી અને કંઈ કરી શકી નહીં. તે સ્ટેજ પરથી ચાલી ગઈ. ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- 'અમારી કહાની અધૂરી રહી ગઈ' કોન્સર્ટ બાદ શિલ્પા રાવે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'મુંબઈ, આજે રાત્રે મારા હૃદયનો એક નાનકડો હિસ્સો તૂટી ગયો. અમારી પાસેથી આટલી સુંદર વસ્તુ આ રીતે છીનવી લેવામાં આવી, એ વાતથી ખૂબ દુઃખ થાય છે.' શિલ્પાએ આગળ લખ્યું, 'પરંતુ જ્યારે મ્યુઝિક બંધ થઈ ગયું, ત્યારે પણ તમે અટક્યા નહીં. જે રીતે તમે મારું નામ સતત પોકારતા રહ્યા, તમારા અવાજમાં જે પ્રેમ હતો, હું તેને અનુભવી શકતી હતી.' તેણે લખ્યું, 'આજે રાત્રે આપણી કહાની અધૂરી રહી ગઈ. હું વચન આપું છું, હું પાછી આવીશ. આઈ લવ યુ, મુંબઈ. હંમેશાં અને હંમેશાં.' આયોજકોએ માફી માંગી ઘટના બાદ આયોજકોએ સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને માફી માંગી. તેમણે જણાવ્યું કે અગાઉની પરફોર્મન્સ નિર્ધારિત સમય કરતાં વધુ ચાલવાને કારણે કાર્યક્રમમાં વિલંબ થયો. સાથે જ, સ્થાનિક વહીવટીતંત્રના નિયમો અને સ્થળના નિર્ધારિત સમયની મર્યાદાઓને કારણે શિલ્પાનો શો સમય પહેલાં સમાપ્ત કરવો પડ્યો. આયોજકોએ જણાવ્યું કે, તેઓ શિલ્પા રાવની કલા અને સંગીતમાં તેમના યોગદાનનું સન્માન કરે છે. તેમણે શિલ્પા, તેમની ટીમ અને ચાહકોને થયેલી અસુવિધા બદલ દુઃખ વ્યક્ત કર્યું. AICWAએ શિલ્પા સાથે થયેલા વ્યવહારની નિંદા કરી બીજી તરફ, ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ શિલ્પા રાવ સાથે થયેલા વ્યવહારની નિંદા કરી છે. એસોસિએશને જણાવ્યું કે, જો શિલ્પા કોઈ કાનૂની કાર્યવાહી કરે છે, તો તે તેમનો સાથ આપશે. સાથે જ આયોજકોને કલાકારોનું સન્માન કરવાની અપીલ કરી. શિલ્પા રાવ ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે
    Click here to Read More
    Previous Article
    દહેગામ પંથકમાં SMCની કાર્યવાહી:મેશ્વો નદીના બ્રિજ નજીક હાઇવોલ્ટેજ ઓપરેશન હાથ ધરી ફોર્ચુનરમાંથી 16 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો, ચાલક ફરાર
    Next Article
    'ગુજરાતની એક વર્ષની પાણીની અછત પૂરી થશે':સુરતમાં CMએ કહ્યું- મંગળવારે બધું ફાઇનલ થઈ જશે; પાટીલ બોલ્યા-મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાન વીજળીના બદલે પાણી આપશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment