Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાતની એક વર્ષની પાણીની અછત પૂરી થશે':સુરતમાં CMએ કહ્યું- મંગળવારે બધું ફાઇનલ થઈ જશે; પાટીલ બોલ્યા-મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાન વીજળીના બદલે પાણી આપશે

    1 day ago

    આ વર્ષે રાજ્યમાં વરસાદની ઘટને પગલે અનેક વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. આ મામલે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અહીં ઉપસ્થિત છે અને ગુજરાતમાં જે પાણીની પરિસ્થિતિ કે અછત અંગે તેમણે પૂરી ખાતરી આપી છે કે એક વર્ષમાં જે પાણીની ઘટ છે તે બધી જ પૂરી થઈ જશે અને પાણીની આ સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે. મંગળવારે બધી બાબતો ફાઇનલ થઈ જશે, જે આપણા બધા માટે ખૂબ જ આનંદની વાત છે. બીજી તરફ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી સાથે કહ્યું કે, મંગળવારે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી નિર્ણય લેવાશે. સુરતમાં CM હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત શહેર અને જિલ્લા માટે રૂ. 410 કરોડના 50 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ તકે ટ્રાફિક સમસ્યા હળવી કરતાં રત્નમાલા અને સાકેત બ્રિજનું વિધિવત ઉદ્ઘાટન કરી આજથી જ જનતા માટે ખુલ્લા મુકાતાં સુરતના આશરે 17 લાખ નાગરિકોને સીધો ફાયદો થશે. સાથોસાથ મુખ્યમંત્રીએ કોસમાડા ખાતે રૂ. 125 કરોડના ઇસ્કોન મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 'સુરત દેશમાં સૌથી ઝડપથી વિકસતું શહરે' આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના 'કેચ ધ રેઈન' અભિયાન અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે સુરતે ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને જળ સંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને સુરત શહેર અને દેશના નગરો-મહાનગરોને ઈઝ ઓફ લિવિંગ યુક્ત તેમજ સ્વચ્છ અને હરિયાળા બનાવવામાં આવ્યા છે. સુરત દેશમાં સૌથી ઝડપથી વિકસતું અને સ્વચ્છતામાં મોખરે રહેતું શહેર છે. સુરતમાં 115 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો BRTS કોરિડોર કાર્યરત છે. મુખ્યમંત્રીએ સૌના સાથ અને સહકારથી વિકસિત સુરતના માધ્યમથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ દોહરાવ્યો હતો. 1.55 કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહઃ પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વ અને માર્ગદર્શનને કારણે આજે આખા દેશમાં અંદાજે 1.55 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ સ્ટ્રક્ચર દ્વારા બચાવવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ખૂબ મોટું અને ઉત્તમ કામ થયું છે. પાણીની અછત નહિ રહે તેવી ખાતરી આપી તેમણે સુરત મનપાના કાર્યોની પ્રશંસા કરતા કહ્યું કે, સુરતમાં જે STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્લાન્ટ ચાલે છે તે અંદાજે દોઢ કરોડની મર્યાદાવાળા હતા, પરંતુ સુરત મનપાએ તેની કોપી કરીને નવા એસટીપી પ્લાન્ટ બનાવીને હજારો કરોડ રૂપિયાની બચત કરી છે. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં પાણીની સ્થિતિ ઘણી સારી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રી જીતુ વાઘાણીના વિશેષ પ્રયાસોથી બાકીના રાજ્યોમાંથી પણ ગુજરાતને પૂરતું પાણી મળી રહે તે માટે ગંભીરતાથી પ્રયાસો કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પાણીની કોઈ જ અછત નહીં રહે તેવી તેમણે ખાતરી આપી હતી. હોદ્દેદારો- આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક સુરતમાં'મન કી બાત' કાર્યક્રમ બાદ દક્ષિણ ઝોનના આઠેય જિલ્લાના ધારાસભ્યો, શહેર-જિલ્લા પ્રમુખો, ચૂંટાયેલા હોદ્દેદારો અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વડાપ્રધાનના સંભવિત ગુજરાત પ્રવાસ તેમજ પાર્ટી દ્વારા યોજાનાર વિવિધ આયોજનો અને કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમજ આગામી 2027ની ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ કરાઈ. રત્નમાલા અને સાકેત બ્રિજ ખુલ્લા મુકાતાં ટ્રાફિકમાંથી મોટી રાહત કતારગામ અને અમરોલીને જોડતો રૂ. 32 કરોડના ખર્ચે બનેલો 1 કિલોમીટર લાંબો 'રત્નમાલા બ્રિજ' આજથી કાર્યરત થતાં 10 લાખ લોકોને ટ્રાફિક જામમાંથી કાયમી છુટકારો મળ્યો છે. આ ઉપરાંત કાપોદ્રા અને વરાછાને સીધો જોડતો રૂ. 27.50 લાખના ખર્ચે તૈયાર થયેલો 250 મીટર લાંબો 'સાકેત બ્રિજ' ખુલ્લો મુકાતાં વાહનચાલકોનું મુસાફરી અંતર 3 કિમી ઘટશે અને દૈનિક 6થી 7 લાખ લોકોને સમય અને ઈંધણની બચત થશે. રૂ. 410 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરાયો સંજયકુમાર ઓડિટોરિયમ-પાલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત મનપા, સુડા અને જિલ્લા વહીવટીતંત્રના મળી કુલ રૂ. 211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને રૂ. 198.72 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સવારે સણિયા હેમાદ ખાતે રૂ. 125 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ઇસ્કોન મંદિરના શિલાન્યાસ અને ગીતા સ્પર્ધાના વિજેતાઓના સન્માન સમારોહ બાદ મુખ્યમંત્રીએ સાયન્સ સેન્ટર ખાતે ‘મન કી બાત’ પ્રસારણ નિહાળ્યું હતું. સાંજ સુધીમાં BRTS અને સિટી બસ સેવા રાબેતા મુજબ શરૂ થશે VVIP સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે BRTS ના રૂટ નંબર 12, 15AA અને 15CC સંપૂર્ણ બંધ રખાયા હતા તેમજ અન્ય 34 થી વધુ બસ રૂટ ટૂંકાવી કે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ ફેરફારોને કારણે બપોર સુધી મુસાફરોને અગવડ પડી હતી, પરંતુ મુખ્યમંત્રીના સત્તાવાર કાર્યક્રમો પૂર્ણ થતાં જ સાંજ સુધીમાં તમામ BRTS અને સિટી બસ રૂટો રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવાશે.
    Click here to Read More
    Previous Article
    'આ મને ગાવા નથી દેતા':શિલ્પા રાવનું પરફોર્મન્સ અધવચ્ચે રોક્યું, આયોજકોએ માઇક અને સ્ટેજની લાઇટ બંધ કરી દીધી; સિંગરે કહ્યું- 'આ ખૂબ દુઃખદ છે'
    Next Article
    ‘શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર છે':નણંદ નયનાબાનો ભાભી રિવાબાને ટોણો, કહ્યું-તમારી નિષ્ફળતા છુપાવવા પરિપત્ર લાવ્યા, શાળાઓ તમારા બાપાની છે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment