Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCનો સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈકર્મી 11 હજારની લાંચ લેતા ઝડપાયા:પીપલોદ આરોગ્ય કચેરીમાં ACBની સફળ ટ્રેપ, ફટાકડાના લાઈસન્સની અરજી બાબતે લાંચની માગણી કરી'તી

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતો સેનેટરી ઈન્સપેક્ટર અને સફાઈકર્મી રૂપિયા 11 હજારની લાંચ લેતા ઝડપાયા. એક અરજદારે ફટાકડાનું લાઈસન્સ મેળવવા માટે કરેલી અરજી બદલ સેનેટરી ઈન્સપેક્ટરે 11 હજારની લાંચ માગી હતી. ACBએ પીપલોદ આરોગ્ય કચેરીામં છટકું ગોઠવી સેનેટરી ઈન્સપેક્ટર વતી રૂપિયા 11 હજારની લાંચ સ્વીકારતા સફાઈકર્મી ઝડપાયો હતો. ફટાકડાના વેચાણ લાયસન્સ માટે ₹11 હજારની લાંચ માંગી સમગ્ર બનાવની વિગત એવી છે કે સુરતના એક જાગૃત નાગરિકે આગામી તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણ અર્થે કાયદેસરનું લાયસન્સ મેળવવા માટે વોર્ડ નં. 37(એ), પીપલોદ આરોગ્ય કચેરી ખાતે નિયમાનુસાર અરજી કરી હતી. જોકે, અરજી મુજબ કાયદેસર કાર્યવાહી કરવાના બદલામાં સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલ જોશીએ અરજદાર પાસે ₹11,000 ની લાંચની માંગણી કરી હતી. અરજદાર ભ્રષ્ટ વ્યવસ્થા સામે ઝૂકવા કે ગેરકાયદેસર રકમ આપવા બિલકુલ તૈયાર ન હોવાથી તેમણે તાત્કાલિક સુરત ગ્રામ્ય ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ACBના છટકામાં સેનેટરી ઈન્સ્પેક્ટર વતી લાંચ સ્વીકારતો સફાઈકર્મી ઝડપાયો ફરિયાદના આધારે સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ. ડી. ધોબી તથા તેમની ટીમે પીપલોદ આરોગ્ય કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન મુખ્ય સૂત્રધાર સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલ જોશીના ઈશારે અને કહેવાથી સફાઈ કામદાર શૈલેષ સોલંકીએ ફરિયાદી પાસેથી ₹11,000 ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ તકેદારી રાખીને તહેનાત રહેલી ACBની ટીમે દરોડો પાડી બંને આરોપીઓને સ્થળ પર જ દબોચી લીધા હતા અને લાંચની પૂરેપૂરી ₹11,000ની રકમ રિકવર કરી લીધી હતી. કાયદેસર ગુનો નોંધી જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ ACBની ટીમે સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલ જોશી અને સફાઈ કામદાર શૈલેષ સોલંકી સામે ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. વર્ગ-3 ના જવાબદાર અધિકારીએ પોતાના અંગત આર્થિક સ્વાર્થ ખાતર વર્ગ-4 ના કર્મચારીને હાથો બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વિગતો બહાર આવતાં પાલિકા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તહેવારો ટાણે જ ફટાકડાના લાયસન્સ બાબતે લાંચ લેતા ઝડપાયેલા આ ભ્રષ્ટ બાબુઓ સામેની કડક કાર્યવાહીથી અન્ય લાંચિયા તત્ત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી વિદેશી દારૂની 2150 બોટલો ઝડપાઈ:50 પાર્સલમાંથી રૂ.6.20 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો, મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધાયો
    Next Article
    અમદાવાદમાં બેફામ સ્પીડ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગે બે જિંદગીઓ લીધી:દાણીલીમડામાં ડમ્પરે કચડતાં યુવકનું મોત, ભાવસાર હોસ્ટેલ પાસે બાઇક અથડાતાં ચાલકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment