Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી વિદેશી દારૂની 2150 બોટલો ઝડપાઈ:50 પાર્સલમાંથી રૂ.6.20 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો, મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધાયો

    1 day ago

    જામનગર શહેરની સીટી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં બજરંગવાડી નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પ્રા.લિ.ના ગોડાઉનમાં માલસામાનનાં પાર્સલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ગોહિલ અને સ્ટાફે ટ્રાન્સપોર્ટના મેનેજરનો સંપર્ક કરી ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. 50 જેટલાં પાર્સલમાંથી 2,150 બોટલો મળી પોલીસે ગોડાઉનમાં રાખેલાં અલગ અલગ સાઇઝનાં પાર્સલોની તપાસ કરતાં અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આશરે 50 જેટલાં પાર્સલમાંથી 180 મીલીની કુલ 2,150 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો સહિત કુલ રૂ. 6,20,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સીમરન એન્ટરપ્રાઇઝના નામે મોકલાયો હતો જથ્થો વધુ તપાસમાં દારૂનો આ જથ્થો સીમરન એન્ટરપ્રાઇઝના નામે મોકલવામાં આવ્યો હોવાનું અને યુવરાજ એન્ટરપ્રાઇઝ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ટ્રાન્સપોર્ટના મેનેજરની પૂછપરછ દરમિયાન માલની ડિલિવરીને લઈને પણ શંકાસ્પદ વિગતો મળી હતી. ફરિયાદમાં માલ મોકલનાર અને મંગાવનાર પક્ષે કંપનીનાં નામ, GST નંબર સહિતની વિગતોનો ઉપયોગ કરીને પાર્સલ મોકલાવ્યાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોકલનાર અને મંગાવનાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો આ મામલે સીટી બી ડિવિઝનના પી.આઈ. એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ગોહિલની ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A), 65(E), 116-B, 81 અને 83 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરની હોટલોમાં મુસાફરોની વિગતો ‘પથિક’માં નોંધવી ફરજિયાત:પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને તેમની વિગતો પોલીસને આપવી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
    Next Article
    SMCનો સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈકર્મી 11 હજારની લાંચ લેતા ઝડપાયા:પીપલોદ આરોગ્ય કચેરીમાં ACBની સફળ ટ્રેપ, ફટાકડાના લાઈસન્સની અરજી બાબતે લાંચની માગણી કરી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment