Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરની હોટલોમાં મુસાફરોની વિગતો ‘પથિક’માં નોંધવી ફરજિયાત:પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને તેમની વિગતો પોલીસને આપવી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    1 day ago

    પોરબંદર જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાઓએ મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં નોંધાવવી ફરજિયાત છે. તેમજ પરપ્રાંતીય મજૂરોની વિગતો માલિકોએ 15 દિવસમાં પોલીસને આપવી પડશે. નવા મજૂરોની માહિતી 7 દિવસમાં આપવાની રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી. મિયાત્રાએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સાવચેતીના પગલા તરીકે ભારતીય સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ આ જાહેરનામું બહાર પડાયું છે. આ નિયમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની તમામ હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાઓને લાગુ પડશે. માલિકોએ રિસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર રાખવાનું રહેશે. અમદાવાદ પોલીસે તૈયાર કરેલું ‘Pathik Programme for Analysis of Travellers and Hotel Informatics’ સોફ્ટવેર તેમાં ઇન્સ્ટોલ કરાવવાનું રહેશે. રજિસ્ટરમાં થતી એન્ટ્રી સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે. રાજ્ય, દેશ અને વિદેશમાંથી આવતા તમામ મુસાફરોની વિગતો માલિક અથવા સંચાલકે સોફ્ટવેરમાં નોંધવાની રહેશે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાના માલિકો તથા સંચાલકોએ એસ.ઓ.જી. શાખા, એચ.એમ.પી. કોલોની, બંગલા નંબર 03, પોરબંદરથી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. તેના માટે સંસ્થાની વિગતો રજૂ કરવાની રહેશે. પોરબંદરમાં પરપ્રાંતીય મજૂરોની નોંધણી ફરજિયાત પોરબંદર જિલ્લામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને તેમની વિગતો પોલીસને આપવી ફરજિયાત કરવામાં આવી છે. ખેડૂતો, કંપનીઓ, કોન્ટ્રાક્ટરો, કેટરર્સ, હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો કે માલિકો, ખાણ માલિકો અને લીઝધારકો સહિતના ધંધા-ઉદ્યોગના માલિકોએ પોતાના ત્યાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોનું રજિસ્ટર રાખવાનું રહેશે. તેમાં કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ, કારીગરો, મજૂરો અને ભાગિયાઓની વિગતો દસ્તાવેજી પુરાવા સાથે નોંધવાની રહેશે. ખેતમજૂરો, રસોઇયા, વેઇટર, ખાણકામદારો અને અન્ય મજૂરોની વિગતો જાહેરનામાની તારીખથી 15 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવાની રહેશે. અગાઉ નોંધણી કરાવી હોય તો પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિગતો ફરીથી આપવી પડશે. આગળથી નવા પરપ્રાંતીય મજૂરો કામે રાખવામાં આવે તો તેમની માહિતી 7 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ જવાબદારી મજૂરોને કામે રાખનાર માલિકોની રહેશે. જાહેરનામું 2 નવેમ્બર 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી અમલમાં રહેશે, અથવા બીજો હુકમ થાય ત્યાં સુધી લાગુ રહેશે. તેનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 223 હેઠળ ફરિયાદ કરવા પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી જયરામ ગામીતે ભારત પર્વની મુલાકાત લીધી:એકતાનગરમાં હસ્તકલા, વાનગીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી
    Next Article
    જામનગરના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી વિદેશી દારૂની 2150 બોટલો ઝડપાઈ:50 પાર્સલમાંથી રૂ.6.20 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો, મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment