Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી જયરામ ગામીતે ભારત પર્વની મુલાકાત લીધી:એકતાનગરમાં હસ્તકલા, વાનગીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી

    1 day ago

    રાજ્યકક્ષાના ઉદ્યોગ, રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામ ગામીતે એકતાનગરમાં ‘ભારત પર્વ-2026’ની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર યોજાયો છે. મંત્રીએ વિવિધ રાજ્યોની હસ્તકલા, હેન્ડલૂમ, પરંપરાગત વાનગીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. તેમણે કહ્યું કે, આવા કાર્યક્રમો ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને ઉજાગર કરે છે. તે સ્થાનિક કારીગરોને રોજગારીની નવી તકો પણ આપે છે. આ કાર્યક્રમો વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપશે. મંત્રીએ ‘એકતા પ્રકાશ પર્વ’ના ઇન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ દર્શાવતી પ્રકાશ રચનાઓ નિહાળી હતી. આઉટડોર વિભાગમાં ભારતીય જીવનમૂલ્યો અને પરંપરા દર્શાવતી ઝાંખીઓ પણ જોઈ હતી.
    Click here to Read More
    Previous Article
    જામવંથલી–અલિયાબાડા રેલવે લાઇન પર 130 કિમીની ઝડપે ટ્રાયલ રન:4 નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર કરશે નિરીક્ષણ, મંજૂરી બાદ નિયમિત ટ્રેન દોડશે
    Next Article
    પોરબંદરની હોટલોમાં મુસાફરોની વિગતો ‘પથિક’માં નોંધવી ફરજિયાત:પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને તેમની વિગતો પોલીસને આપવી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment