Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામવંથલી–અલિયાબાડા રેલવે લાઇન પર 130 કિમીની ઝડપે ટ્રાયલ રન:4 નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર કરશે નિરીક્ષણ, મંજૂરી બાદ નિયમિત ટ્રેન દોડશે

    1 day ago

    જામનગરમાં રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શનની નવી લાઇન પર 2 નવેમ્બરની સવારથી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ થશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રાયલ દરમિયાન નવી લાઇન પર ટ્રેન દોડાવી તેની ગતિ અને ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે. 4 નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર કરશે નિરીક્ષણ નવી લાઇનનું અંતિમ સુરક્ષા નિરીક્ષણ અને સ્પીડ ટેસ્ટ 4 નવેમ્બરે કરવામાં આવશે. પશ્ચિમ સર્કલ, મુંબઈના રેલવે સેફ્ટી કમિશનર સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી લાઇનની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ માપદંડોની તપાસ કરશે. આ નિરીક્ષણ બાદ લાઇન પર ટ્રેન વ્યવહાર શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઇલેક્ટ્રિક એન્જિન અને મોનિટરિંગ સિસ્ટમથી પરીક્ષણ રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સ્પીડ ટ્રાયલ ઇલેક્ટ્રિક એન્જિન અને ઓસિલેશન મોનિટરિંગ સિસ્ટમની મદદથી કરવામાં આવશે. આ સિસ્ટમ એન્જિનની ગતિ અને દોડતી વખતે થતા કંપન પર નજર રાખશે. તેના આધારે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવા માટે લાઇન કેટલી સક્ષમ અને સુરક્ષિત છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. મંજૂરી બાદ શરૂ થશે નિયમિત ટ્રેન વ્યવહાર રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયા બાદ મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ જામવંથલી–અલિયાબાડા નવી લાઇન પર નિયમિત ટ્રેન વ્યવહાર શરૂ થઈ શકશે. આ લાઇન કાર્યરત થવાથી રેલવે સેક્શનની સંચાલન ક્ષમતામાં વધારો થશે અને મુસાફરોને વધુ સુગમ રેલવે સેવા મળવાની અપેક્ષા છે. નાગરિકોને ટ્રેકથી દૂર રહેવા રેલવેની અપીલ ટ્રાયલ રન દરમિયાન ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની હોવાથી રેલવે પ્રશાસને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. લોકોને રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવા, ટ્રેકની આસપાસ અવરજવર નહીં કરવા અને રેલવે લાઇન ઓળંગવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન ટ્રેકની નજીક જવું જોખમી બની શકે છે, તેથી નાગરિકોને સુરક્ષા નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    વનરક્ષકોની હડતાળ વચ્ચે વનમંત્રી સાથે બેઠક:અર્જુન મોઢવાડિયાએ પાંચેય મુદ્દા સાંભળી હકારાત્મક પ્રતિસાદ આપ્યોઃ યુનિયન લીડર
    Next Article
    મંત્રી જયરામ ગામીતે ભારત પર્વની મુલાકાત લીધી:એકતાનગરમાં હસ્તકલા, વાનગીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment