Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનરક્ષકોની હડતાળ વચ્ચે વનમંત્રી સાથે બેઠક:અર્જુન મોઢવાડિયાએ પાંચેય મુદ્દા સાંભળી હકારાત્મક પ્રતિસાદ આપ્યોઃ યુનિયન લીડર

    1 day ago

    વનરક્ષકોના પડતર પ્રશ્નોને લઈને વનમંત્રી અર્જુન મોઢવાડિયા સાથે યુનિયનના આગેવાનોની મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતમાં વનરક્ષકોએ પોતાના પાંચ મુખ્ય પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી. વનમંત્રીએ તમામ મુદ્દાઓ સાંભળીને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું ફોરેસ્ટર યુનિયનના લીડર અનિલ કુમાર કલસરિયાએ જણાવ્યું હતું. સેક્રેટરી સાથેની બેઠક બાદ નિરાકરણ આવી શકે! અનિલ કુમાર કલસરિયાના જણાવ્યા મુજબ, વનરક્ષકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. આ માટે આજે સેક્રેટરી વિનોદ રાવ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વનરક્ષકોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. માગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે જોકે, સાંજે યોજાનારી બેઠકમાં જો કોઈ સુખદ નિરાકરણ નહીં આવે તો વનરક્ષકોની હડતાળ યથાવત્ રહેશે. એટલું જ નહીં, હડતાળની સાથે અગાઉથી નક્કી કરાયેલા તમામ કાર્યક્રમો પણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. વનરક્ષકોના આંદોલન વચ્ચે હવે સૌની નજર સેક્રેટરી સાથે યોજાનારી બેઠક પર ટકેલી છે. આ બેઠકના પરિણામ બાદ જ હડતાળ અંગે આગામી સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના રેડ ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ:યલો ઝોનમાં પરવાનગી ફરજિયાત; જાહેરનામું 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે
    Next Article
    જામવંથલી–અલિયાબાડા રેલવે લાઇન પર 130 કિમીની ઝડપે ટ્રાયલ રન:4 નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર કરશે નિરીક્ષણ, મંજૂરી બાદ નિયમિત ટ્રેન દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment